બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Highest 14 inches in Junagadh, 5 inches in just two hours, 151 taluks lashed by rain in 12 hours in Gujarat

જુઓ ક્યાં કેટલો? / સૌથી વધુ જુનાગઢમાં 14 ઈંચ, માત્ર બે કલાકમાં જ 5 ઈંચ ત્રાટક્યો, ગુજરાતમાં 12 કલાકમાં 151 તાલુકામાં વરસાદે ઠોક્યો તાલ

Vishal Khamar

Last Updated: 08:27 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢનાં વિસાવદરમાં સૌથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. ત્યારે છેલ્લા બે કલાકમાં વિસાવદરમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યનાં 151 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

  • જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ
  • છેલ્લા બે કલાકમાં વિસાવદરમાં વરસ્યો 5 ઈંચ વરસાદ
  • રાજ્યના 151 તાલુકામાં નોંધાયો વરસાદ
  • કચ્છના અંજાર તાલુકામાં પણ 9 ઈંચ વરસાદ

 રાજ્યનાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢનાં વિસાવદરમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં વિસાવદરમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છનાં અંજાર તાલુકામાં પણ 9 ઈંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢના વિસાવદર તાલુકામા 14 ઈંચ વરસાદ નોંધાયો
જામનગર તાલુકામાં પણ 8.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢનાં વિસાવદર તાલુકામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં વિસાવદર તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યનાં 151 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. કચ્છમાં પણ મેઘમહેર થતા અંજાર તાલુકામાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. જામનગર તાલુકામાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો છે. 

જામનગરમાં છેલ્લા 12 કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જામનગરમાં છેલ્લા 12 કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.  રાત્રીનાં બે વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે 11 ઈંચ વરસાદમાં જ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. નવાગામ, ઘેડ, ગોકુલનગર, મોમાઈ નગરમાં પાણી ભરાયા છે. બેડીગેઈટ અને કાલાવડ નાકા બહારનાં વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. ભીમવાસાં ઘરમાં પાણી ભરાવવાની વર્ષોની સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી. જેથી લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશેઃ અંબાલાલ પટેલ
તેમજ વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે. માડાગાસ્કરથી ચોમાસાની વળાંક કેરળ તરફ રહેવી જોઈએ પણ આ વખતે એવું નથી. આ વખતે વિશિષ્ટ પ્રકારનું ચોમાસું છે જે અગાઉની પેટર્ન પ્રમાણે નથી.

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Anjar Heavy Rain junagadh waterlogged જૂનાગઢ પાણી ભરાયા ભારે વરસાદ Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ