ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વધુ એક હાઈ પ્રોફાઈલ દારુ પાર્ટી ઝડપાઈ, 18 નબીરાઓ ઝડપાયાં

આણંદ / ગુજરાતમાં વધુ એક હાઈ પ્રોફાઈલ દારુ પાર્ટી ઝડપાઈ, 18 નબીરાઓ ઝડપાયાં

Published By: Pravin Joshi

Last Updated: 07:02 PM, 11 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના આંકલાવમાં ઉમેટા પાસેના ફાર્મ હાઉસ પર પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણતા વડોદરાના 18 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, પરંતુ આરોપીઓને રાત્રે જ જામીન મળી જતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

ADVERTISEMENT

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા ઉમેટા વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને હાઈ-પ્રોફાઇલ દારૂની પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. ઉમેટા-ફતેપુરા રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે દારૂની મહેફિલ જામી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે આંકલાવ પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી નશાની હાલતમાં વડોદરાના 18 જેટલા નબીરાઓ મળી આવ્યા હતા. પકડાયેલા લોકોમાં 15 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે, જે તમામ વડોદરાના પ્રતિષ્ઠિત પરિવારો સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

alcohol-5

પોલીસની આ કાર્યવાહી દરમિયાન ફાર્મ હાઉસના સ્થળ પરથી વિદેશી દારૂ, બિયરના ટીન અને નશા માટે વપરાતી અન્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે માત્ર ધરપકડ જ નહીં, પરંતુ મોટા પાયે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ દરોડામાં અંદાજે 1.04 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સામાન કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં લક્ઝુરિયસ 8 કાર, મોંઘા મોબાઈલ ફોન અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. જોકે, પોલીસની આ રેડ દરમિયાન ફાર્મ હાઉસનો માલિક અને અન્ય કેટલાક શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 'શાંતિથી બેસો, અને 15 હજાર...'', ડિવોર્સની માંગ કરનાર પતિને સુપ્રીમ કોર્ટની સલાહ

આ સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પરંતુ, આ હાઈ-પ્રોફાઇલ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને રાત્રે જ જામીન આપી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આટલી ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે સ્થાનિકો અને સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ કરોડોનો મુદ્દામાલ પકડાયો હોય અને બીજી તરફ ગણતરીના કલાકોમાં આરોપીઓ મુક્ત થઈ જાય, તે પોલીસની કામગીરી સામે શંકાની સોય તાકે છે. હાલ આ ઘટના આખા પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GujaratPolice HighProfileParty AnandNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ