બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Hevaniyat case took a new turn with Delhi's daughter

કંઝાવાલા કેસ / દિલ્હીની દીકરી સાથે હેવાનિયત કેસમાં નવો વળાંક: બીજી યુવતી પણ સાથે હોવાનું ખૂલ્યું, જાણો પોલીસે શું કહ્યું

Malay

Last Updated: 11:15 AM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની દીકરી સાથે હેવાનિયત કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અકસ્માત સમયે સ્કૂટી પર અન્ય એક યુવતી પણ હતી.

  • કાંઝાવાલા કેસમાં પોલીસનો મોટો ખુલાસો
  • અકસ્માત સમયે સ્કૂટી પર હતી 2 યુવતીઓ 
  • CCTV ફૂટેજમાં જોવા મળી રહી છે બંને યુવતીઓ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કાંઝાવાલા રોડ અકસ્માતમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે અકસ્માત પીડિત અંજલીની સાથે સ્કૂટી પર અન્ય એક યુવતી પણ હતી. પોલીસે જણાવ્યું કે, જ્યારે પીડિત મૃતક યુવતીનો અકસ્માત થયો ત્યારે તે યુવતી પાછળ બેઠી હતી.

રૂટ ટ્રેસિંગ દરમિયાન થયો ખુલાસો
દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જ્યારે પોલીસ મૃતક પીડિત યુવતીનો રૂટ ટ્રેસ કરી રહી હતી, ત્યારે તેમને જાણવા મળ્યું કે પીડિતાની સાથે સ્કૂટી પર અન્ય એક યુવતી પણ હતી. હવે એક CCTV ફૂટેજ સામે આવ્યું છે, જેમાં બંને યુવતીઓ જોવા મળી રહી છે.

CCTV ફૂટેજમાં  જોવા મળી રહી છે બંને યુવતીઓ
સીસીટીવી ફૂટેજમાં બંને યુવતીઓ રાત્રે 1:45 વાગ્યે એક હોટલમાંથી ન્યૂ યર પાર્ટી કરીને નીકળતી જોવા મળી રહી છે. પીડિતા અંજલિ ગુલાબી ટી-શર્ટમાં જોવા મળે છે, જ્યારે તેની મિત્ર નિધિ લાલ ટી-શર્ટમાં જોવા મળે છે. સ્કૂટી નિધિ ચલાવી રહી છે, જ્યારે અંજલિ પાછળ બેઠી છે. થોડે દૂર ગયા બાદ અંજલી સ્કૂટી ચલાવે છે અને નિધિ પાછળ બેસી જાય છે.

ઘટનાસ્થળેથી પોતાના ઘરે જતી રહી હતી અન્ય યુવતીઃ સૂત્રો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત દરમિયાન બીજી યુવતીને થોડી ઈજા થઈ હતી અને તે ઘટનાસ્થળેથી પોતાના ઘરે જતી રહી હતી. પરંતુ અંજલીનો પગ કારની એક્સેલમાં ફસાઈ ગયો હતો, ત્યારબાદ કારમાં બેઠેલા આરોપીઓ અંજલીને ઘસેડતા રહ્યા.

પોલીસ અન્ય યુવતીનું નિવેદન નોંધશે
દિલ્હી પોલીસે અકસ્માત સમયે સ્કૂટી પર બેઠેલી અન્ય યુવતીને શોધી કાઢી છે. હવે પોલીસ યુવતીનું નિવેદન પણ નોંધશે અને તે સમયે શું થયું હતું તે જાણવાનો પ્રયાસ કરશે.

યુવતીને કારની સાથે 13 કિમી સુધી ઘસેડી
રાજધાની દિલ્હીમાં રવિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નવા વર્ષની ઉજવણી વચ્ચે એક કારમાં આવેલા પાંચ છોકરાઓ એક યુવતીને પોતાની કારમાં લગભગ 13 કિલોમીટર સુધી ખેંચી ગયા, જેના કારણે યુવતીનું દર્દનાક મોત થયું હતું.  આ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવતીના શરીરના ટુકડા થઈ ગયા હતા. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તપાસ ચાલુ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ