બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / heavy rain forecast in many parts of india including northern region in next 6 to 7 days

હવામાન વિભાગ / આવતા અઠવાડિયામાં ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી, તો આ રાજ્યોમાં એલર્ટ

Dharmishtha

Last Updated: 07:54 AM, 17 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ફરી સક્રિય થયા બાદ ઉત્તર ક્ષેત્ર સહિત દેશના અનેક વિસ્તારોમાં આવતા 6 -7 દિવસોમાં ભારેથી અતિ ભાગે વરસાદ થશે.

  • દેશના અનેક વિસ્તારોમાં 6 -7 દિવસોમાં ભારેથી અતિ ભાગે વરસાદ થશે
  • હિમાચલમાં ઓરેન્જ અને યલો એલર્ટ
  • મહારાષ્ટ્ર, કેરળ  સહિત આ રાજ્યોમાં વરસાદની શક્યતા

દેશના અનેક વિસ્તારોમાં 6 -7 દિવસોમાં ભારેથી અતિ ભાગે વરસાદ થશે

ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ(આઈએમડી)એ શુક્રવારે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ફરી સક્રિય થયા બાદ ઉત્તર ક્ષેત્ર સહિત દેશના અનેક વિસ્તારોમાં આવતા 6 -7 દિવસોમાં ભારેથી અતિ ભાગે વરસાદ થશે. વિભાગમાં કહેવામાં આવ્યું છે કે 17થી 20 જુલાઈ સુધી પશ્ચિમ હિમાલયી વિસ્તાર અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે . તેમણે કહ્યું કે 18થી 20 જુલાઈ સુધી પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત 18 જુલાઈથી દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે.

હિમાચલમાં ઓરેન્જ અને યલો એલર્ટ

હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગના જણાવ્યાનુંસાર મેદાની અને નીચાણવાળા તથા મધ્યમ પહાડિઓ પર શનિવારે ભારે વરસાદ, વાવાઝોડા- તોફાન અને વીજળી પડવાની આશંકાને ધ્યાનમાં રાખી યલો એલર્ટ જારી કરાયું છે. ત્યારે વિભાગ તરફથી 18-20 જુલાઈ સુધી ભારે વરસાદ અને વાવાધોડા- તોફાન તથા વીજળી પડવાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છએ. શુક્રવારે રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ થયો છે.

આ વિસ્તારોમાં વીજળી પડવાની આશંકા

વિભાગે કહ્યું છે કે 18 જુલાઈએ ઉત્તર પ્રદેશમાં 19 જુલાઈએ જમ્મુમાં અને 18થી 19 જુલાઈએ ઉત્તરાખંડમાં ભારે વરસાદનું અનુમાન છે. તેમણે કહ્યું કે આવનારા 24 કલાક દરમિયાન ગુજરાત, મધ્ય પ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં અલગ અલગ સ્થાનો પર વીજળી પડવાની આશંકા અને વરસાદ થવાનું અનુમાન છે.

મહારાષ્ટ્ર, કેરળ  સહિત આ રાજ્યોમાં વરસાદની શક્યતા

આવનારા 6થી 7 દિવસ દરમિયાન ગુજરાત છોડીને પશ્ચિમ તટ અને પશ્ચિમ પ્રાયદ્વીપીય ભારતમાં બાકીના ભાગોમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે. વિભાગે કહ્યું કે આ સમ દરમિયાન કોંકરણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં કર્ણાટક, કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વિભાગે કહ્યું છે કે પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે.

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી

દિલ્હીમાં રવિવારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં ભારે હવાને જોતા રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડવાળા હવાઓની સાથે દિલ્હીના કેટલાક ભાગેમાં ભારે વરસાદ થઈ શકે છે. આ માટે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.  દિલ્હીથી લોકો માટે હવામાન વિભાગ હવે પુરી રીતે શરુ થઈ ચૂક્યુ છે. બુધવારના દિવસે પણ દિલ્હીમાં રિજ અને પીતમપુરા હવામાન કેન્દ્રમાં ભારે વરસાદ નોંધાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain forecast northern region ભારે વરસાદ હવામાન વિભાગ forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ