બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જીમ ગયા વગર જ રહો ફિટ અને હેલ્ધી! દરરોજ ઘરે કરો આ સરળ એક્સરસાઈઝ

Exercise / જીમ ગયા વગર જ રહો ફિટ અને હેલ્ધી! દરરોજ ઘરે કરો આ સરળ એક્સરસાઈઝ

Last Updated: 07:50 PM, 9 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કસરતમાં પુશ-અપ્સને એક હાઈ ઈન્ટેસિટી એક્સરસાઈઝ માનવામાં આવે છે. દરરોજ માત્ર 20 પુશ-અપ્સ કરવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનાથી હૃદય પણ હેલ્ધી રહે છે.

Push-Ups : પુશ-અપ્સ શ્રેષ્ઠ શારીરિક કસરત છે, જે શરીરના વિવિધ ભાગોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ કસરત ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકાય છે. જો તમે સવારે ઉઠીને ફક્ત 20 પુશ-અપ્સ કરો છો તો તે તમારા શરીરને અનેક ફાયદાઓ આપી શકે છે. પુશ-અપ્સથી છાતી, ખભા, પેટ અને હાથના સ્નાયુઓને એકસાથે કામ આપે છે. તેની ખાસ વાત એ છે કે પુશ-અપ્સ કરવા માટે કોઈ ટ્રેનર કે જીમની જરૂર નથી હોતી. ચાલો જાણીએ કે 20 પુશ-અપ્સ કરવાના ફાયદા શું થાય છે.

  • શરીરની શક્તિ વધારે
    પુશ-અપ્સ એક એવી કસરત છે જે તમારા શરીરના ઉપલા ભાગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નિયમિતપણે 20 પુશ-અપ્સ કરવાથી ઉપરના સ્નાયુઓની શક્તિ વધે છે, જેનાથી શરીરની સહનશક્તિ પણ સુધરે છે. મતલબ કે તમે લાંબા સમય સુધી શારીરિક પ્રવૃત્તિઓમાં એક્ટિવ રહી શકો છો.
  • હૃદય અને ફેફસાના સ્વાસ્થ્યમાં સુધારો

પુશ-અપ્સ કાર્ડિયોવેસ્કુલર કસરત તરીકે પણ કામ કરે છે. જ્યારે તમે પુશ-અપ્સ કરો છો ત્યારે તમારા હૃદય અને ફેફસાં વધુ કામ કરે છે. કસરત દરમિયાન શરીરને ઓક્સિજનની જરૂર હોય છે. નિયમિતપણે પુશ-અપ્સ કરવાથી હૃદય રોગનું જોખમ પણ ઘટે છે.

push-ups (2)
  • પાચનતંત્રમાં સુધાર

જ્યારે તમે શરીરના સ્નાયુઓને સક્રિય કરો છો ત્યારે તે તમારા આખા શરીરમાં બ્લડ ફ્લોને સુધારે છે. 20 પુશ-અપ્સ કરવાથી તમારા પેટના સ્નાયુઓ એક્ટિવ થાય છે. જેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. તેનાથી એસિડિટી અને કબજિયાતની સમસ્યા નથી થતી.

  • વજન ઘટાડવામાં મદદરૂપ

પુશ-અપ્સ એક હાઈ ઈન્ટેસિટી કસરત છે, જે તમારા શરીરમાંથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. જ્યારે તમે 20 પુશ-અપ્સ કરો છો ત્યારે વજન પણ ઘટે છે. જો તમે વજન ઘટાડવા માટે કસરત કરી રહ્યા હોવ તો તમારા રૂટિનમાં પુશ-અપ્સનો સમાવેશ કરવો એ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Pushups Exercise
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ