બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / મૂકો પડતો અને નિરાંતે જાવ નહીંતર... ટોઈલેટમાં મોબાઈલ વાપરનારને આ મોટી બીમારી, સ્ટડીમાં ખુલાસો

એલર્ટ / મૂકો પડતો અને નિરાંતે જાવ નહીંતર... ટોઈલેટમાં મોબાઈલ વાપરનારને આ મોટી બીમારી, સ્ટડીમાં ખુલાસો

Hiralal Parmar

Last Updated: 11:41 AM, 6 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોઈલેટમાં મોબાઈલ વાપરનારને એક મોટી બીમારી થાય છે તેવું એક સ્ટડીમાં જણાવાયું છે.

આજકાલ મોબાઈલ એટલો મનમાં વળગ્યો છે કે ટોઈલેટમાં પણ લોકો મૂકતા નથી પરંતુ હવે આવા લોકોએ ચેતી જવાની જરુર છે. ટોઈલેટમાં મોબાઈલ વાપરનારને એક મોટી બીમારી થાય છે એવું એક સ્ટડીમાં જણાવાયું છે.

કઈ બીમારીનો ખતરો

એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે જે લોકો ટોયલેટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તેમને મોબાઈલ લઈને ટોયલેટ ન જતા લોકો કરતા 46% વધુ હરસ થવાનું જોખમ રહેલું છે.

કોણે કર્યો સ્ટડી

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ હોસ્પિટલની મુલાકાત લેતા ઘણા પુરુષો અને સ્ત્રીઓને ટોઇલેટમાં સ્માર્ટફોનના ઉપયોગ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આમાંથી 66% લોકોએ કહ્યું કે તેઓ ટોઇલેટમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જ્યારે બાકીના લોકોએ કહ્યું કે તેઓ આવું કરવાનું ટાળે છે. આ પછી, કોલોનોસ્કોપીમાં જાણવા મળ્યું કે શૌચાલયમાં સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતા લોકોમાંથી ફક્ત 38% લોકોને જ હરસ હતી, જ્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોમાં આ આંકડો 51% હતો. બધા પરીક્ષણો અને પરિમાણો જોયા પછી, સંશોધકોએ શોધી કાઢ્યું કે શૌચાલયમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી હરસનું જોખમ 46% વધી ગયું છે.

ટોઈલેટમાં ફોનના ઉપયોગથી હરસ કેવી રીતે થાય?

હવે તમારા મનમાં આ પ્રશ્ન ફરતો હશે કે ફોનનો ઉપયોગ અને પાઈલ્સ વચ્ચે શું સંબંધ છે? ખરેખર, લાંબા સમય સુધી ટોયલેટ સીટ પર બેસી રહેવાથી તમને આ સમસ્યા થઈ શકે છે. નીચેના ભાગ પર સતત દબાણ આવવાથી સોજો આવી શકે છે અને પછીથી તે પાઈલ્સનું સ્વરૂપ લઈ શકે છે.

વધુ વાંચો : અંતિમ સંસ્કાર પહેલાં અચાનક ઉધરસ ખાવા લાગ્યો બ્રેન ડેડ યુવાન, સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

ટોઈલેટમાં છાપા વાંચે છે લોકો

સ્ટડીમાં એવું પણ કહેવાયું કે જે લોકો ફોન વગર ટોઇલેટ જાય છે તેમને બહાર નીકળવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. જ્યારે જે લોકો ફોન લઈને જાય છે તેઓ લાંબા સમય સુધી ત્યાં બેસી રહે છે કારણ કે તેમને ફોન સ્ક્રોલ કરવો પડે છે અને તેઓ બેસીને આ કામ આરામથી કરે છે. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 54 ટકા લોકો ટોઇલેટમાં અખબારો વાંચે છે, જ્યારે 44 ટકા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

toilet mobile using national news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ