બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Benefits of 3 Black Foods news
ADVERTISEMENT
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા લોકોને આ ઋતુ ખૂબ જ પ્રિય હોય છે પરંતુ ઘણા લોકોને આ સિઝનમાં બીમાર પડી જવાનો પણ ડર રહેતો હોય છે. ત્યારે આવી કડકડતી ઠંડીમાં સ્વસ્થ રહેવા માટે રોજ નિયમિત રીતે આ ત્રણ બ્લેક ફૂડનું તમારે સેવન કરવું જોઇએ. જેનાથી શિયાળાની ઋતુમાં તમને અનેક ગણા ફાયદાઓ થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શરીર માટે જરૂરી કેલ્શિયમ,આયરન, મેગ્નીશિયમ, ફાયબર, ફોસ્ફરસ, ફેટી અને ઝીંક જેવા પોષક તત્વ કાળા તલમાંથી મળે છે. ખાસ એટલે જ સ્વાસ્થ્ય નિષ્ણાત શિયાળાની ઋતુમાં કાળા તલનું નિયમિત સેવન કરવાનું કહે છે.
-શિયાળામાં લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. આ સમસ્યામાં કાળા તલનું તેલ સાંધા પર લગાવવાથી દુખાવા અને સોજામાં રાહત મળે છે.
-શિયાળાની ઋતુમાં લોકોને હ્રદય અને બીપીની સમસ્યા વધી જાય છે, તે સમયે કાળા તલની અંદર રહેલ મેગ્નેશિયમ રક્તચાપ વધારવા અને રક્તવાહિનીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.
- કાળા તલની અંદર એન્ટિઓક્સિડેન્ટનું પ્રમાણ વધુ હોય છે, જેના લીધે ચિંતા જેવી માનસિક સમસ્યાઓથી પણ તમને રાહત મળે છે.
-શિયાળાની ઋતુમાં ખૂબ જ જલ્દીથી વજન વધે છે. કારણકે આ ઋતુમાં ખૂબ જ તાજા શાકભાજી, ફ્રૂટસ્ ખાવા મળે છે. લોકો તેલમાં તળેલા આહારને પણ ખૂબ ખાવાનું પસંદ કરે છે. ત્યારબાર ઠંડીના લીધે વ્યાયામ કરવાનું છોડી દે છે, જેના લીધે ધીમે-ધીમે શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે. આ સમસ્યાથી રાહત મેળવવાં માટે તમારે કાળા તલનું સેવન શરૂ કરી દેવું જોઇએ. કારણકે કાળા તલની અંદર રહેલ ફાયબર, પાચનશક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. જેના લીધે વજન ઘટાડવામાં મદદ મળે છે.
- શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે, વાળ ખૂબ જ ડ્રાઇ રહે છે. પરંતુ આવી સમસ્યામાં કાળા તલનું સેવન કરવાથી અનેક ગણો ફાયદો થશે.

ADVERTISEMENT
કાળા મરી
- કાળા મરીની અંદર મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ, વિટામિન B6, ઝીંક, સોડિયમ અને થાઇમીન જેવા ઘણા પોષક તત્વો મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- શિયાળાની ઋતુમાં ગળાના ભાગમાં સોજો, શરદી-ઉધરસ અને કફ જેવી બીમારીઓનું થવું સામાન્ય છે, તેનાથી રાહત મેળવવાં કાળા મરીનું નિયમિત સેવન કરવું જોઇએ.
-ચેપી રોગ થવાનું જોખમ વધી જાય છે, ત્યારે કાળા મરીના સેવનથી તમને ફાયદો થશે. કારણકે મરીની અંદર એન્ટિ-માઈક્રોબાયલ હોય છે.
-આ ઋતુમાં તળેલું વધુ ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે, જેમાં કાળા મરીનુ યોગ્ય માત્રામાં સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે.
ADVERTISEMENT

કાળી કિસમિસ
ADVERTISEMENT
- કાળા કિસમિસની અંદર પ્રોટીન, કાર્બ્સ, ફાયબર, કેલ્શિમ, સોડિયમ, પોટેશિયમ, આયરન અને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો જોવા મળે છે.
- ફાયબરથી ભરપૂર કાળી કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે.
- હાડકાંને પણ મજબૂત બનાવે છે.
- કાળી કિસમિસનું નિયમિત સેવન તમારી ચામડીમાં દેખાતા લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
-શિયાળામાં લોકોની અંદર વધુ સુસ્તી જોવા મળે છે, કાળા કિસમિસના સેવનથી તમારો આખો દિવસ એનર્જેટિક રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.