બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / Has BGMI also been banned like PUBG? Disappeared from Play Store! Know what the government said

કાર્યવાહી / શું PUBG ની જેમ BGMI પણ થઈ બૅન? પ્લે સ્ટોર પરથી થઈ ગાયબ! જાણો સરકારે શું કહ્યું

Priyakant

Last Updated: 11:33 AM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PUBG મોબાઈલ BGMI (બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા)નું રિબ્રાન્ડેડ વર્ઝન હવે ચર્ચામાં, ક્રાફ્ટનની આ ગેમ BGMI ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ગાયબ થઈ ગઈ

  • શું PUBGની જેમ BGMI ગેમ પણ પણ થઈ ગઈ બૅન ? 
  • BGMIને Google Play Store અને Apple App Store પરથી હટાવાઈ 
  • કેટલીક પ્રતિબંધિત એપ્સ નામ બદલીને ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી: સરકાર 

ભારતમાં ભલે PUBG મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય પરંતુ આ નામ અત્યાર સુધી ચર્ચામાં છવાયેલું છે. PUBG મોબાઈલ BGMI (બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા)નું રિબ્રાન્ડેડ વર્ઝન હવે ચર્ચામાં છે. ક્રાફ્ટનની આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ગાયબ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, સરકારના આદેશ બાદ બંને પ્લેટફોર્મે આ ગેમને હટાવી દીધી છે. નોંધનીય છે કે, PUBG મોબાઈલ અથવા BGMI ના ઉદય પાછળનું કારણ એક હત્યાનું રહસ્ય છે. 

સંસદમાં શું ચર્ચા થઈ હતી ? 

થોડા દિવસો પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 16 વર્ષના છોકરાએ 'PUBG જેવી ઓનલાઈન ગેમ'ના કારણે તેની માતાની હત્યા કરી હતી. માતા તેને રમતો રમવાથી રોકતી હોવાને લઈ આ મામલો સંસદમાં પહોંચ્યો હતો. જ્યાં સરકારે કહ્યું કે ગૃહ મંત્રાલય તેની તપાસ કરી રહ્યું છે. 

શું કહ્યું સરકારે ? 

સરકારે કહ્યું કે, કેટલીક પ્રતિબંધિત એપ્સ નામ બદલીને ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી છે. ગૃહ મંત્રાલય તેની તપાસ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે રાજ્યસભાના સાંસદ વી વિજયસાઈ રેડ્ડીએ આ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેણે પૂછ્યું હતું કે શું IT મંત્રાલય PUBG જેવી ગેમ સામે કોઈ પગલાં લઈ રહ્યું છે, જેના કારણે 'કેટલાક બાળકો અપરાધ કરી રહ્યાં છે જ્યારે તેમને ગેમ રમવાથી રોકવામાં આવી રહ્યાં છે'.

શું રમત પર પ્રતિબંધ છે ?

આ સવાલનો જવાબ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગૃહમાં આપ્યો. તેમણે કહ્યું, 'MeitY ને ઘણા અહેવાલો અને ફરિયાદો મળી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જે એપ્સ બ્લોક કરવામાં આવી હતી. તે નવા અવતારમાં પરત ફરી રહી છે. આ તમામ રિપોર્ટ અને ફરિયાદો તપાસ માટે એમએચએને મોકલવામાં આવી છે.

ક્રાફ્ટનનું શું કહેવું છે?

ક્રાફ્ટનના પ્રવક્તાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે તેઓ સ્પષ્ટતા કરી રહ્યા છે કે કેવી રીતે BGMI ને Google Play Store અને Apple App Store પરથી હટાવી દેવામાં આવ્યું છે. જવાબ મળ્યા બાદ તે વધુ માહિતી આપશે. આ સાથે ગૂગલનું કહેવું છે કે તેણે ગેમને હટાવતા પહેલા ક્રાફ્ટનને જાણ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ