બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Haryana's Noah is in the grip of violence. Violence erupted here on Monday after the coronation procession of Brijmandal area

હિંસાની આગ / 75% મુસ્લિમો, હરિયાણાનો સૌથી અશિક્ષિત જિલ્લો, હિંસાગ્રસ્ત નૂંહના વિશે આ તથ્યો જાણી વિચારતા થઈ જશો

Pravin Joshi

Last Updated: 10:30 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાનું નૂહ હિંસાની પકડમાં છે. બ્રીજમંડળ ક્ષેત્રની જલાભિષેક શોભાયાત્રા બાદ સોમવારે અહીં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. શું તમે હિંસા બાદ લાઈમલાઈટમાં આવેલા નૂહ વિશે આ વાતો જાણો છો.

  • હરિયાણાનું નૂહ હિંસાની આગમાં સળગી રહ્યું છે
  • ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત 
  • પોલીસે હિંસા પર કાબૂ મેળવવા માટે 44 FIR નોંધી 
  • નૂહમાં કર્ફ્યુ અને કલમ 144 લાગુ કરવાની ફરજ પડી 

હરિયાણાનું નૂહ હિંસાની આગમાં સળગી રહ્યું છે. બ્રીજમંડળ ક્ષેત્રની જલાભિષેક શોભાયાત્રા બાદ ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, 30 લોકો ઘાયલ થયા છે અને લગભગ 120 વાહનો કાં તો તૂટી ગયા છે અથવા સળગાવી દેવામાં આવ્યા છે. પોલીસે હિંસા પર કાબૂ મેળવવા માટે અત્યાર સુધીમાં 44 FIR નોંધી છે. 70 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નૂહમાં કર્ફ્યુ અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. સ્થિતિ વધુ વણસી ન જાય તે માટે કેન્દ્ર દ્વારા અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

BIG NEWS : ઈન્સ્પેક્ટરને પેટમાં વાગી ગોળી, જવાનનું મોત, 2500 લોકોનું  મંદિરમાં શરણ, કેમ ભડકી હિંસા I Violence During Haryana Religious  Procession, 2,500 Stranded In Temple

નૂહમાં શું થયું?

સોમવારે સવારે 10 વાગ્યે નૂહની બ્રીજમંડળ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા. આથી બપોરે 12 વાગ્યે ખેડલા વળાંક પાસે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાંજે 4 વાગ્યા સુધીમાં વાહનો, પોલીસ સ્ટેશન, દુકાનો અને પેટ્રોલ પંપ સળગાવી દેવામાં આવ્યા હતા. સાંજના 5:30 કલાકે હરિયાણા સરકારે સાંપ્રદાયિક તણાવને જોતા ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. સાંજે 6 વાગ્યે નૂહથી ફાટી નીકળેલી હિંસા સોહના, હોડલ, બલ્લભગઢમાં ફેલાઈ ગઈ હતી.

 

છેલ્લા કેટલાક વર્ષોમાં નૂહમાં સાયબર ક્રાઈમના કેસોમાં પણ વધારો થયો

હરિયાણાનો નૂહ જિલ્લો અવારનવાર ખોટા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. 2016 પહેલા નૂહ જિલ્લો મેવાત તરીકે જાણીતો હતો. નૂહ એ હરિયાણાનો સૌથી દક્ષિણનો જિલ્લો છે. તે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સાથે તેની સરહદ વહેંચે છે. મેવાત પ્રદેશ રાજસ્થાનના અલવર અને ભરતપુરથી હરિયાણા અને ઉત્તર પ્રદેશના ભાગો સુધી વિસ્તરેલો છે. દિલ્હીથી 74 કિમી દૂર નૂહની મોટાભાગની વસ્તી તેમની આજીવિકા માટે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નૂહમાં સાયબર ક્રાઈમના કેસોમાં પણ વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ સાયબર ગુનાઓ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં થયા છે. આ પછી યુપીના મથુરા અને હરિયાણાના નૂહનો નંબર આવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી લગભગ 11 લાખ છે. આમાં 75% મુસ્લિમ છે. અહીં સાક્ષરતા માત્ર 56% છે. અહીં પુરુષોનો સાક્ષરતા દર 70 ટકા છે જ્યારે સ્ત્રીઓનો સાક્ષરતા દર 37 ટકાથી ઓછો છે.

નૂહ હરિયાણાનો સૌથી અભણ જિલ્લો 

આ હરિયાણાનો સૌથી અભણ જિલ્લો છે. નૂહ ખૂબ જ પછાત જિલ્લો માનવામાં આવે છે. 2018ના નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, નૂહને દેશના સૌથી પછાત જિલ્લાઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ વિસ્તાર ગુરુગ્રામ સંસદીય સીટ હેઠળ આવે છે, જ્યાંથી ભાજપના રાવ ઈન્દ્રજીત સિંહ છેલ્લી બે ટર્મથી સાંસદ છે. 2014 પહેલા રાવ ઈન્દ્રજીત આ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી તરફથી સાંસદ હતા. આ જિલ્લામાં 3 વિધાનસભા બેઠકો છે. કોંગ્રેસના આફતાબ અહેમદ નૂહ જહાંથી ધારાસભ્ય છે, કોંગ્રેસના મમ્માન ખાન ફિરોઝપુર ઝિરકાથી ધારાસભ્ય છે અને કોંગ્રેસના મોહમ્મદ ઇલ્યાસ પુનાનાના ધારાસભ્ય છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની આ યાત્રાનું આયોજન કરે છે

દર વર્ષે નૂહમાં બ્રીજમંડળ પ્રદેશની જલાભિષેક શોભાયાત્રા કાઢવામાં આવે છે.આ યાત્રા દર વર્ષે સાવન માસમાં જ કાઢવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની આ યાત્રાનું આયોજન કરે છે. આ યાત્રા નૂહના નલહદ મહાદેવ મંદિરથી શરૂ થાય છે અને શ્રૃંગાર મંદિર પુનહાના સુધી જાય છે. માર્ગમાં મનસા દેવીના મંદિરે યાત્રાનો વિરામ છે. આ ઉપરાંત ખીર મંદિર ઝિરકામાં શિવલિંગ પર જલાભિષેક કરવામાં આવે છે. યાત્રાનો હેતુ પાંડવ કાળના 3 શિવ મંદિરોમાં જલાભિષેક કરવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ