બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Haryana Mother's Worry After Daughter Scores 100% In Class 10

પ્રશંસનીય કામ / 10મા ધોરણમાં 100 માર્ક્સ લાવનાર છોકરીની મદદે આવ્યાં હરિયાણાના CM, મહિને વીસ હજારની સ્કોલરશીપ આપી

Hiralal

Last Updated: 10:50 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે રાજ્યમાં ધોરણ 10માં 100 માંથી 100 માર્કસ લાવનાર છોકરીને દર મહિને 20,000ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે.

  • હરિયાણા સીએમ મનોહરલાલ ખટ્ટરનું પ્રશંસનીય કામ
  • મહેન્દ્રગઢની 10મા ધોરણની છોકરીને મહિને વીસ હજારની સ્કોલરશીપ બાંધી આપી
  • અંજલી યાદવ 10મા ધોરણમાં 100 માંથી 100 માર્ક્સ લાવી છે
  • ખટ્ટરે અભિનંદન આપવા ફોન કર્યો ત્યારે અંજલિ આર્થિક કટોકટી કહી સંભળાવી
  • મુખ્યમંત્રીએ તાત્કાલિક મદદ આપીને 20 હજારની સ્કોલરશીપ બાંધી આપી 

જેને ભણવું હોય છે તેને ક્યારેય પણ પૈસાની ખોટ પડતી નથી ગમે ત્યારે અને ગમે તે રીતે પૈસા આવી જતા હોય છે. માતા સરસ્વતીનો જ્યાં વાસ હોય ત્યાં સદા લક્ષ્મી દેવી આવી જતી હોય છે અને હરિયાણાના મહેન્દ્રગઢની 10મી વિદ્યાર્થીની અંજલી યાદવની સાથે પણ આવી જ એક ઘટના બની છે. અંજલી યાદવે તાજેતરના જાહેર થયેલા ધોરણ 10મા રિઝલ્ટમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યાં છે. અંજલીને આગળ બનીને ડોક્ટર બનવું છે પરંતુ તેના પરિવારની સ્થિતિ સારી નથી અને તેઓ માંડ કરીને પરિવારનું ગાડું ચલાવી રહ્યાં છે. ઘરની આવી આર્થિક હાલતમાં અંજલીને કેવી રીતે ભણાવવી તે તેની માતા માટે મોટો સવાલ થઈ પડયો. પરંતુ કહેવત છે ને કે જેની હૈયામાં હામ હોય તેનું ક્યારેય પણ અહિત થતું નથી. 

સીએમ ખટ્ટરે અંજલીને દર મહિને 20,000ની સ્કોલરશીપ બાંધી આપી 
માતા અને પુત્રીની આવી સ્થિતિની વચ્ચે એક દિવસ અચાનક તેમની પર હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરનો ફોન આવ્યો. વાતવાતમાં અંજલીએ તેને આગળ ભણવું છે પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી તેવું તેમને જણાવી દીધું. અંજલીને આવી વાત સાંભળીને ખટ્ટરને લાગી આવ્યું અને તેમણે તાત્કાલિક અંજલીને દર મહિને 20,000ની સ્કોલશીપ આપવાનું વચન આપી દીધું છે. ખટ્ટરની વાત સાંભળીને અંજલિના હર્ષનો પાર રહ્યો નહોતો અને તેને જાણે જિંદગીનું મોટું દુખ ટળી ગયું હોય તેવું અનુભવ્યું હતું. 

પરિવાર માથેથી આર્થિક સંકટ ટળ્યું 
અંજલિએ સિંધુ વેલી પબ્લિક સ્કૂલ, ડોંગરા, મહેન્દ્રગઢમાંથી અભ્યાસ કર્યો હતો. આ પરિવાર સિલારપુરમાં રહે છે. ખટ્ટરની આર્થિક મદદની જાહેરાત બાદ અંજલિની માતા ઉર્મિલાએ સીએમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અંજલીએ  બહુ મહેનત કરી. તે હંમેશાં કહેતી હતી કે જો તે સફળતા મેળવશે, તો મેં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે હળવી થઈ જશે. હું હંમેશાં તેની સાથે ઉભી રહી છું અને તેને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ