બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Harshad Ribadia's first statement after resigning from MLA post and Congress

'હાથ' કેમ છોડ્યો? / રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાનું પ્રથમ નિવેદન, કહ્યું હું ગદ્દાર નથી પણ કોંગ્રેસ દિશાહીન છે

Vishnu

Last Updated: 10:27 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું કારણ જણાવ્યું છે.

  • ધારાસભ્ય પદથી રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાનું મોટું નિવેદન
  • મે ગદ્દારી નથી કરી : હર્ષદ રિબડિયા
  • ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપુ છુ: હર્ષદ રિબડિયા

87-વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે: હર્ષદ રિબડિયા
હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે,  ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપુ છું. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ. કોંગ્રેસમાં એકલા હાથે લડવું પડે,ક્યાંય કોઇ મદદ ન મળે અમને, વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં છે,પદયાત્રા દક્ષિણ ભારતમાં યોજે છે. પદયાત્રાની જરૂર ગુજરાતમાં છે. પ્રભારી રાજસ્થાનથી મુકાયા હતા ત્યાં સ્થિતી બગડી. પ્રભારીઓ ગુજરાતથી રાજસ્થાન ચાલ્યા ગયા છે. કોંગ્રેસ સાવ દિશાહીન થઇ ગઇ છે. હું હજુ કોઇ પક્ષ સાથે નથી જોડાયો, મેં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. મારા વિસ્તારના આગેવાન,મતદારને પુછવાનું છે. છેવાડાની વ્યક્તિનો અવાજ બને તે પક્ષ સાથે હું જોડાઇશ. પક્ષ છોડવું તે ગદ્દારી નથી. મારા વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કર્યો છે. આ મારા અંતરઆત્માનો અવાજ છે. 

ભાજપમાં જોડવવાનું પાક્કું, આધિકારીક જાહેરાત બાકી?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.જે બાદ ઘણા સમયથી હર્ષદ રીબડીયા સહિત 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેમાંથી આજે કોંગ્રેસની એક વિકેટ હર્ષદ રિબડીયા નામની ખરી પડી છે. તે હવે ભાજપમાં જોડાશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

ગરબામાં ખેલ પડ્યો.!
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.

11 તારીખે PM મોદીની હાજરીમાં ભાજપમાં જોડાય તેવા સંકેત
આપને એ પણ જણાવી દઈએ કે આગામી 11 ઓક્ટોબરે PM મોદીની હાજરીમાં કેટલાક ધારાસભ્યો ભાજપ ગમન કરશે તેવી ચર્ચાઑએ જોર પકડયું હતું, તેવામાં હર્ષદ રિબડિયાનું રાજીનામું પડતાં હજુ પણ વધારે ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તેવી આંધી ઉઠતી હોય તેવુ લાગી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની  જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાઇ જશે તેવા સોગઠાં ગોઠવાઈ ગયા છે. કારણ કે ભાજપમાં જોડાવા ઇચ્છુક ધારાસભ્યોએ પણ વડાપ્રધાનની હાજરીમાં કેસરિયો પહેરી પોતાનું પ્રભુત્વ દર્શાવવાની વાત મૂકી હોવાની રાજકિય ગલિયારામાં ચર્ચાઓ છે.

કોંગ્રેસ સાથે રીબડિયાની સફર 

  • 1995 માં વિસાવદર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા
  • 2007 વિસાવદર ધારાસભા ની સીટ પર થી પ્રથમવાર ચૂંટણી લડ્યા અને હાર્યા
  • 2007 માં રીબડીયાની ભાજપ ના કનું ભલાળા સામે 4300 મતે હર થઈ
  • 2014 માં ફરી ભાજપ ના ઉંદવાર ભરત પટેલ ની સામે 10,000 મતે જીત મેળવી
  • 2017 માં ફરી કોંગ્રેસ માં થી વિસાવદર વિધાનસભા બેઠક માં  ભાજપ ના કિરીટ પટેલ ની સામે 23,000 મતે જીત મેળવી
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ