બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'હું ડરીને ચૂપ નહીં બેસું..' ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલની પોસ્ટથી ખળભળાટ, કોને ઈશારો?
Last Updated: 09:44 PM, 28 October 2025
Hardik Patel : ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ફરીવાર મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે. પ્રાથમિક સુવિધાઓને લઈને તેમણે ચિંતા અને આક્રોશ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર તેમની પોસ્ટનાં કારણે સમગ્ર ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ માત્ર પત્ર લખીને સીએમને મોકલવાનાં બદલે સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો. આ પત્રમાં વિરમગામમાં ઉભરાતી ગટરો અને ગંદા પાણીની સમસ્યા હલ કરવામાં નહી આવે તો ઉપવાસની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ADVERTISEMENT
હાર્દિકને મંત્રીપદથી વંચીત રખાયો હતો
દિવાળી સમયે થયેલા મંત્રીમંડળનાં વિસ્તરણમાં હાર્દિક પટેલને મંત્રીપદ મળે તેવી મહત્તમ શક્યતા હતા. જો કે આશ્ચર્યજનક રીતે હાર્દિક પટેલ અને સાથે સાથે જયેશ રાદડિયાનું પણ પત્તું કાપી નાખવામાં આવ્યું હતું. આ પ્રકારે સરકારે ફરી એકવાર હાર્દિક પટેલને કટ ટુ સાઇઝ કરી દીધો હતો. જેના કારણે બહારથી તો હાર્દિક પટેલે કાર્યકર્તા છું જે જવાબદારી મળે તે નિભાવીશનુ વાજું વગાડ્યું હતું પરંતુ અંદર ખાને તેને પણ ખુબ જ આઘાત લાગ્યો તે તેના ચહેરા પરથી સ્પષ્ટ છલકાતું હતું.
ADVERTISEMENT
બદનામીના ડરથી જો ક્રાંતિકારીઓએ ઘરમાં બેસીને આપણા માટે લડવાનું બંધ કરી દીધું હોત તો આજે તમે અને હું અંગ્રેજોની ગુલામી કરતા હોત.
— Office of Hardik Patel (@Office_Hardik) October 28, 2025
-ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ pic.twitter.com/G7jO4ZXWf3
હાર્દિક પટેલે કાયદેસર બાંયો ચઢાવી
ADVERTISEMENT
હવે હાર્દિક પટેલ ફરી એકવાર સરકાર વિરુદ્ધ બાંયો ચઢાવી છે. સરકાર અને તંત્ર માટે ખુબ જ સુચક પોસ્ટ કરી હતી. પોતાનાં સોશિયલ મીડિયા પર શેર કરતા હાર્દિક પટેલે લખ્યું કે, "વિરોધ ના કારણે હું ડરીને ચૂપ નહીં બેસું. સોશિયલ મીડિયા પર કોણ બદનામ કરે છે તેનાથી મને જરા પણ ફરક નથી પડતો. હું ઘણું સહન કરીને અહીં સુધી પહોંચ્યો છું. જેથી કોઇ કોમેન્ટ કરીને મને વિચલિત કરી શકે તેવું સમજતું હોય તો તેઓ ખોટા છે. બદનામીના ડરથી ક્રાંતિકારી ઘરમાં બેઠા હોત તો આજે આપણે અંગ્રેજોની ગુલામી કરતા હોત"
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.