ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:37 AM, 8 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા ચાલુ વલ્ડકપમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તે હવે ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. 19 ઓક્ટોમ્બરનાં રોજ પૂણેમાં બાંગ્લાદેશ સામે મેચમાં બોલિંગ કરતાં સમયે હાર્દિકને ઇજા થઈ હતી. ત્યારબાદ તે વલ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો. આ સમયે હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીએ ઇજા થઈ હતી. ત્યારબાદ તે મેદાનની બહાર થતો હતો.
ફિટનેસ વિડીયો
એ ઘટના બાદથી હાર્દિક પંડ્યા સ્વસ્થ થઈ રહ્યો છે. તે તેના ફિટનેસ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. થોડા સમય પહેલા હાર્દિક પંડ્યાએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે સૂર્ય નમસ્કારનાં મંત્ર બોલી રહ્યો હતો. તેમા તેણે પોતાની ફિટનેસ બતાવી હતી. પરતું હાર્દિક પંડ્યા આ વિડીયોને લઈને લોકોમાં ટ્રોલ થયો છે.
ADVERTISEMENT
શું કહે છે તેના ચાહકો
આ વિડીયો પર એક યુઝરે લખ્યું હતું કે "તમારામાં હિંમત હોય તો ટેસ્ટ મેચ રમીને બતાવો". આ સમયે કેટલાક લોકો પંડ્યાને સપોર્ટ કરતાં પણ જોવા મળ્યા હતા.
વાંચવા જેવું: બૂમ બૂમ બુમરાહ: ક્રિકેટ જગતનો સૌથી બેસ્ટ બોલર બન્યો જસપ્રીત, ICC ટેસ્ટ રેન્કિંગમાં અવલ્લ, બનાવ્યો આ રેકોર્ડ
ADVERTISEMENT
ટેસ્ટ મેચ
ટેસ્ટ મેચમાં હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી 11 ટેસ્ટ મેચ રમીને 532 રન બનાવ્યા છે. આ મેચ દરમિયાન તેણે 17 વિકેટ પણ લીધી છે. હાર્દિક પંડ્યાએ છેલ્લી ટેસ્ટ મેચ 2018 માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.
IPL 2024
આ વર્ષે IPL 2024 માં હાર્દિક પંડ્યા, રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સનાં કપ્તાન હશે. આ વાતની જાણ લોકોને થતાં જ તે લોકોમાં ખૂબ જ ટ્રોલ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ