બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya return unlikely until India last league game against Netherlands on November 12

વર્લ્ડકપ 2023 / હાર્દિક પંડ્યાને લઈને સૌથી મોટા અપડેટ: આ મેચ પહેલા જ મેદાન પર વાપસી કરે તેવી શક્યતા, રિસ્ક નથી લેવા માંગતી ટીમ

Published By: Parth

Last Updated: 05:07 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડકપ 2023: ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ પહેલા હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને મોટી અપડેટ આવી છે.

  • બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો હાર્દિક 
  • ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યા પાછો આવે તે ખૂબ જરૂરી     
  • સેમીફાઇનલની પહેલા જ હાર્દિક મેચ રમે તેવા અણસાર 

Hardik Pandya Update :  ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત સેનાનો રેકૉર્ડ રહ્યો છે કે આ વખતે ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ હજુ સુધી એકેય મેચ હારી નથી. એવામાં ભારતીય ટીમની સેમીફાઇનલમાં તો એન્ટ્રી પાક્કી છે. પરંતુ ટ્રોફી જીતવા માટે સેમીફાઇનલ અને ફાઇનલ મેચ જીતવી ખૂબ જરૂરી રહેશે. આટલું જ નહીં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ તથા ઈંગ્લેન્ડ એમ ત્રણ ટીમો પણ ટૂર્નામેન્ટમાં વિજેતા બનવા માટે મજબૂત દાવેદાર ટીમો છે. 

એવામાં ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં લાવવા માટે હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી થવી ખૂબ  જરૂરી છે. આગામી ગુરુવારે ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે મેચ થવાની છે. એક બાજુ જ્યાં શ્રીલંકાની ટીમ હાલ નબળી સ્થિતિમાં છે ત્યાં ભારતીય ટીમ ખૂબ મજબૂત સ્થિતિમાં છે. 

બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ભારતીય ટીમના હાર્દિક પંડ્યા ઈજયગ્રસ્ત થયો હતો. પહેલા એવું માનવામાં આવ્યું કે ઈજા ખૂબ ગંભીર નથી પરંતુ બાદમાં હાર્દિક પંડ્યાને સારવાર માટે બેંગલુરુ લઈ જવામાં આવ્યો હતો. 

જોકે હવે અપડેટ આવી રહી છે કે હાર્દિક પંડ્યા રિકવર થઈ રહ્યો છે. જોકે 12 નવેમ્બર પહેલા તો કમબેક નહીં થઈ શકે તેવું પાક્કું માનવામાં આવી રહ્યું છે. એવામાં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની મેચ હાર્દિક પંડ્યા વગર જ રમવી પડશે. PTI ના સૂત્રો અનુસાર એવી સંભવાના છે કે હાર્દિક પંડ્યા સીધી જ સેમીફાઇનલ મેચ રમશે. 

PTI અનુસાર મેડિકલ ટીમ સતત હાર્દિક પંડ્યાની દેખરેખ રાખી રહી છે. સેમીફાઇનલ પહેલા ભારતીય ટીમ કોઈ જ રિસ્ક લેવા માંગતી નથી. જોકે જો બધુ ઠીક રહ્યું તો નેધરલેન્ડ્સ સામેની મેચમાં પણ હાર્દિક પંડ્યાને મોકો આપી શકાય છે જેથી સેમીફાઇનલ પહેલા તેની ફિટનેસની તપાસ પણ થઈ જાય. 

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya Sports News World Cup 2023 વર્લ્ડકપ 2023 World Cup 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ