બ્રેકિંગ ન્યુઝ
ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં બે લોકો એક સીડીનો ઉપયોગ કરીને અનેક માળ ચઢી રહ્યા છે. આ બધું એટલી ઝડપી થઇ રહ્યું છે કે હરભજન 'વાહ' કર્યા વિના રહી ના શક્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયોમાં બે લોકો એક સીડી હાથમાં લઈને દોડી રહ્યા છે અને દીવાલની મદદથી સિડી લગાવીને પહેલા માળે ચઢે છે. તે પછી એ જ સીડીને ઉપર ખેંચીને તેઓ બીજા માળે ચઢે છે. અને આવી રીતે જ આગળ.
આ બધું એટલી ઝડપી થઇ રહ્યું છે કે હરભજન તેની પ્રશંસા કરતા પોતાને રોકી ના શક્યા. હરભજનના આ વીડિયો પર ફેન્સે મજાકમાં કોમેન્ટ કરી છે કે આ લોકડાઉન પછી ટીમ ઇન્ડિયાનો આગામી ટ્રેનિંગ કેમ્પ હશે.
ADVERTISEMENT
હરભજન સિંહ અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નજર નથી આવતા। તેઓ વર્ષમાં ખાલી એક ટુર્નામેન્ટ, આઈપીએલ રમે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને લઈને આ ટુર્નામેન્ટ પર સંકટના વાદળો છવાયેલા છે. બીસીસીઆઈએ આઈપીએલને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી છે. પહેલા આઇપીએલ 29 માર્ચએ શરુ થવાની હતી પરંતુ પહેલા લોકડાઉનના કારણે 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી. જયારે લોકડાઉન પહેલી વાર વધારવામા આવ્યું ત્યારે બોર્ડે ટુર્નામેન્ટને અનિશ્ચિત સમય માટે મોકૂફ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.