ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Hanuman' movie sets record, Katrina's movie also runs: South films hit Bollywood again

મનોરંજન / 'હનુમાન' મૂવીએ બનાવ્યો રેકોર્ડ, કેટરીનાની મૂવી પણ ચાલી: બોલિવૂડ પર ફરી ભારે પડી સાઉથની ફિલ્મો

Published By: Megha

Last Updated: 02:45 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ વિજય સેતુપતિ અને કેટરીના કૈફની ફિલ્મ 'મેરી ક્રિસમસ' તો બીજી તરફ સાઉથ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ 'હનુમાન' રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થવાની છે.

ADVERTISEMENT

  • વિજય સેતુપતિ અને કેટરીના કૈફની ફિલ્મ 'મેરી ક્રિસમસ' રીલિઝ થઈ. 
  • સાઉથ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ 'હનુમાન' રિલીઝ થઈ ગઈ છે.
  • બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થવાની છે.

સાઉથ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ 'હનુમાન' રિલીઝ થઈ ગઈ છે. આ સાથે જ વિજય સેતુપતિ અને કેટરીના કૈફની ફિલ્મ 'મેરી ક્રિસમસ' પણ રીલિઝ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. જો કે, બંને ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ લોકોમાં 'હનુમાન' વિશે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એ ફિલ્મને વધુ પસંદ કરવામાં આવી રહી છે. 

કેટરિના કૈફની ફિલ્મ 'મેરી ક્રિસમસ' આજે સિનેમાઘરોમાં આવી ગઈ છે અને તેમાં જાણીતા અભિનેતા વિજય સેતુપતિ સાથે જોડી બનાવી છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 'મેરી ક્રિસમસ' પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકશે નહીં.  

બુકિંગ ટ્રેન્ડ્સ અનુસાર, 'મેરી ક્રિસમસ'નો પ્રથમ દિવસનો બિઝનેસ 2 કરોડ રૂપિયાથી વધુ થવા જઈ રહ્યો છે. વિજય સેતુપતિની હાજરીને કારણે તેનું તમિલ વર્ઝન પણ સારી એવી કમાણી કરે તેવી અપેક્ષા છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.  

તો તેની સામે સાઉથ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ 'હનુમાન' ફિલ્મને જોરદાર એડવાન્સ બુકિંગ મળી રહ્યું છે. હેલા દિવસના એડવાન્સ બુકિંગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે તેજા સજ્જાની 'હનુમાન' શરૂઆતના દિવસે કેટરિના કૈફની 'મેરી ક્રિસમસ' કરતા વધુ કમાણી કરશે. કેટલાક અહેવાલો અનુસાર ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 3 કરોડ 19 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

અને ફિલ્મના પહેલા દિવસના એડવાન્સ બુકિંગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે તેજા સજ્જાની 'હનુમાન' શરૂઆતના દિવસે કેટરિના કૈફની 'મેરી ક્રિસમસ' કરતા વધુ કમાણી કરશે. કેટલાક અહેવાલો અનુસાર, 'હનુમાન'ની 1 લાખ 93 હજાર 747 ટિકિટ વિવિધ ભાષાઓમાં વેચાઈ છે. તેલુગુ વર્ઝનની સૌથી વધુ 1 લાખ 27 હજાર 962 ટિકિટ વેચાઈ છે. આ સાથે ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 3 કરોડ 19 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

કમાણીના આ અહેવાલો પરથી લાગી રહ્યું છે કે આ વખતે પણ બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મ બૉલીવુડને માત આપી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Movie Review Hanuman vs Merry Christmas Movies Merry Christmas Movie Review ફિલ્મ હનુમાન મેરી ક્રિસમસ ફિલ્મ વિજય સેતુપતિ અને કેટરીના કૈફ Box Office Collection

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ