બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Hanuman Chalisa row: Navneet Rana writes to Lok Sabha speaker Om Birla, alleges mistreatment in Mumbai Police lock-up

હનુમાન ચાલીસા વિવાદ / નીચી જાતિની છું એવું કહીને જેલમાં મને પાણી ન અપાયું, સાંસદ નવનીત રાણાએ ઓમ બીરલાને કરી ફરિયાદ

Hiralal

Last Updated: 03:48 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં હનુમાન ચાલીસા વિવાદ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા અપક્ષ સાંસદ નવનીત રાણાએ સ્પીકર ઓમ બીરલાને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા છે.

  • સાંસદ નવનીત રાણાના ગંભીર આરોપ
  • સ્પીકર ઓમ બીરલાને લખ્યો પત્ર
  • જેલમાં મારી પર કરાઈ જાતિવાચક ટીપ્પણી
  • મને પાણી ન અપાયું, બાથરુમ પણ ન જવા દેવાઈ

મુંબઈમાં હનુમાન ચાલીસા વિવાદ કેસમાં ધરપકડ થયેલા અને હાલમાં ભાયખલા જેલમાં રહેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પીકર ઓમ બીરલાને પત્ર લખીને જેલ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. બીરલાને લખેલા પત્રમાં નવનીત રાણાએ કહ્યું કે હું નીચી જાતીની છું તેવું કહીને જેલ અધિકારીઓએ મને પાણી પણ પીવા દીધું  નહોતું, 

નવનીત રાણાએ સ્પીકરને લખેલા પત્રમાં શું લખ્યું ?

નવનીત રાણાએ પત્રમાં લખ્યું છે કે, મને 23મીએ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. 23 એપ્રિલના રોજ મારે આખી રાત પોલીસ સ્ટેશનમાં જ પસાર કરવી પડી હતી. રાત્રે ઘણી વખત પીવા માટે પાણી માગ્યું હતું, પરંતુ કોઈએ મને પાણી આપ્યું નહોતું. નવનીતે વધુમાં મોટો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ઘટનાસ્થળે હાજર પોલીસ સ્ટાફે કહ્યું હતું કે હું અનુસૂચિત જાતિની છું, તેથી તેઓ જે ગ્લાસમાં પાણી પીવે છે તે જ ગ્લાસમાં તેમને પાણી આપી નહીં શકે. મારો કહેવાનો અર્થ એ છે કે મારી જાતિને કારણે મને પીવા માટે પાણી પણ આપવામાં આવ્યું નહોતું. હું એ વાત પર ભાર મૂકવા માગું છું કે મારી જ્ઞાતિને કારણે મને મૂળભૂત માનવાધિકારોથી વંચિત રાખવામાં આવી હતી. 

મને રાતે બાથરુમ પણ ન જવા દેવાઈ 

નવનીત વધુમાં કહયું કે જેલમાં મારે રાત્રે મને બાથરુમ પણ જવા દેવાઈ નહોતી. પોલીસ સ્ટાફે મારી માગણી પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. પછી મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ (પોલીસ સ્ટાફ) નીચલી જાતિના લોકોને તેમના બાથરૂમનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા નથી. નવનીતે લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના સરકાર પોતાના હિંદુત્વના સિદ્ધાંતોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. આ લોકો લોકોના વિશ્વાસને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના આધારે તેઓ સત્તામાં આવ્યા હતા.

હનુમાન ચાલીસાના પાઠની જાહેરાત કરીને મેં કંઈ ખોટું કર્યું નથી-નવનીત રાણા 

પત્રમાં નવનીતે કહ્યું હતું કે, "મેં શિવસેનામાં હિન્દુત્વની જ્યોતને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલા માટે સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠની જાહેરાત કરી હતી. તેમાં કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કે તણાવ ભડકાવવાનું ક્યાંય આવતું નથી. મેં સીએમ ઉદ્ધવ ઠાકરેને હનુમાન ચાલીસાના પાઠમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. મારું આ પગલું મુખ્યમંત્રીની વિરુદ્ધ નહોતું. પરંતુ મારા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે મારા આ પગલાથી મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાને ખતરો થઈ શકે છે. એ પછી મેં એમ પણ કહ્યું હતું કે હું સીએમના નિવાસસ્થાને નહીં જાઉં.

શું છે મામલો 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકર વિવાદ વચ્ચે આજે ચર્ચામાં જો કોઇ એક ચહેરો સૌથી આગળ હોય તો તે છે અપક્ષ સાંસદ નવનીત રાણા. દક્ષિણ ભારતીય ફિલ્મોની પૂર્વ અભિનેત્રી અને સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરે હનુમાન ચાલીસાના પાઠની શું જાહેરાત કરી, શિવસૈનિકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. જેને પગલે મહારાષ્ટ્ર પોલીસે અનેક કેસ નોંધીને સાંસદ નવનીત રાણા અને તેમના પતિ, ધારાસભ્ય રવિ રાણાની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. હવે નવનીત રાણાએ લોકસભા સ્પીકરને પત્ર લખીને ઉદ્ધવ સરકાર અને મહારાષ્ટ્ર પોલીસ પર અનેક આરોપ લગાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ