બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Gurugram Hitech online sex racket busted customer had option to choose call girls on website 2 arrested including a girl

ચોંકાવનારું / હાઈટેક સેક્સ રેકેટનો ખુલાસો: વેબસાઇટ પર જ આપતા હતા કૉલગર્લ પસંદ કરવાની ઑફર, માસ્ટરમાઇન્ડ મહિલા જામીન પર છૂટી

Published By: Parth

Last Updated: 10:48 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈટેક સેક્સ રેકેટનો ખુલાસો: ઓનલાઈન જ મનપસંદ યુવતીને બોલાવવાની આપતા હતા ઓફર, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો.

  • હાઈટેક સેક્સ રેકેટનો ખુલાસો 
  • વેબસાઇટ પર આપતા હતા કોલગર્લ પસંદ કરવાનો મોકો 
  • એક મહિલા અને એક દલાલની ધરપકડ 

ગુરુગ્રામમાં વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવવાનો કેસ સામે આવ્યો છે. ગ્રાહકોને ઓનલાઈન જ યુવતીઓ પસંદ કરવાની તક આપવામાં આવતી હતી, જે તે યુવતીઓના નંબર પણ વેબસાઇટ પર આપવામાં આવતા. પોલીસે સમગ્ર રેકેટનો ભાંડાફોડ કરી એક મહિલા અને એક દલાલની ધરપકડ કરી છે. માસ્ટરમાઇન્ડ મહિલા 17 વર્ષની યુવતી સાથે પણ ગંદા કામ કરાવતી હતી. 

કઈ રીતે થયો ભાંડાફોડ 
પોલીસને સમગ્ર કેસમાં રેકેટની પ્રાથમિક સૂચના મળી, તે બાદ વેબસાઇટની તપાસ કરતાં યુવક અને યુવતીઓની તસવીરોની સાથે સાથે મોબાઈલ નંબર પણ મળ્યા. એક પોલીસ કર્મચારી નકલી ગ્રાહક બન્યો અને વેબસાઇટ પર આપવામાં આવેલ નંબર પર ફોન કર્યો. જે યુવતી વેબસાઇટથી પસંદ કરી તેની સાથે 12 હજાર રૂપિયામાં સોદો થયો. 

પોલીસકર્મી બન્યો ગ્રાહક 
રેકેટ ચલાવનારાઓએ પોલીસકર્મીને લોકેશન મોકલીને હોટલમાં બોલાવ્યા. નકલી ગ્રાહક બનેલા પોલીસકર્મીને યુવતીને બતાવી 12 હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા, બાદમાં બંનેને હોટલમાં મોકલવામાં આવ્યા. એસપી સુશીલાના નેતૃત્વમાં પોલીસની આખી ટીમ પણ ત્યાં પહોંચી હતી, સ્કૉર્પિયો ગાડીમાં આવેલા આરોપીઓની રસ્તા પરથી જ ધરપકડ કરી લેવામાં આવી. 

સગીર પાસે કામ કરાવતી હતી મહિલા 
ત્રણ દિવસ બાદ મંગળવારે મુખ્ય આરોપી મહિલા શશી શર્માની ધરપકડ કરવામાં આવી, શશીની સામે સગીર સાથે અત્યાચારનો પણ કેસ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત છે કે રેકેટમાં માત્ર 17 વર્ષની સગીર દીકરીનું શોષણ કરવામાં આવતું હતું. સગીરની મેડિકલ તપાસ કરવામાં આવી છે. જોકે હાલ તો આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hitech online sex

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ