બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Gujarati film "Chhello Show" is India's official entry for Oscars 2023: Film Federation of India
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'એ ડંકો વગાડ્યો છે. ભારત તરફથી 'છેલ્લો શો'ને 2023ના ઓસ્કાર એવોર્ડ માટે મોકલાઈ છે જે ગુજરાતીઓ માટે મોટી ગર્વની વાત છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડીયાએ જાહેરાત કરતા જણાવ્યું કે ઓસ્કાર 2023 માટે છેલ્લા શો ફિલ્મને મોકલાઈ છે. છેલ્લા શોએ 2022ની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ રાખીને બાજી મારી લીધી છે.2023ની સાલમાં અમેરિેકાના લોસ એન્જલસમાં યોજાનાર ઓસ્કર અવૉર્ડ્સમાં ફિલ્મ છેલ્લો શો ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને બેસ્ટ ઈન્ટરનેશનલ કેટેગરીની ફિલ્મો સાથેની સ્પર્ધામાં ઉતરશે જો આ ફિલ્મની પસંદગી થશે તો તેને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મનો ઓસ્કાર મળશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ છેલ્લો શો અમરેલીના ફિલ્મ ડિરેક્ટર પાન નલીનના જીવન પર આધારિત છે.
Gujarati film "Chhello Show" is India's official entry for Oscars 2023: Gujarat Govt pic.twitter.com/RoJrMivRub
— ANI (@ANI) September 20, 2022
ADVERTISEMENT
RRR અને કાશ્મીર ફાઈલ્સને પાછળ છોડી ગુજરાતી ફિલ્મની પસંદગી
ADVERTISEMENT
સૌથી મહત્વની વાત એ છે કે ઓસ્કર માટે ભારત તરફથી રેસમાં RRR, ધ કશ્મીર ફાઈલ્સને પછાડીને જ્યુરીએ ગુજરાતી ફિલ્મ છેલ્લા શોને પસંદ કરી હતી.
ફિલ્મ ડિરેક્ટરના જીવન પરથી પ્રેરિત છે ફિલ્મ
ADVERTISEMENT
અન્ય રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના મોટા ભાગની વાર્તા ફિલ્મના ડિરેક્ટર પાન નલિનના જીવન પરથી છે. જેમનો જન્મ સૌરાષ્ટ્રના અડતાલા ગામમાં થયેલો છે. ગામડાના સ્થાનિક 6 બાળકોને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના રેલ્વે સ્ટેશન અને ગામડાઓમાં થયું છે. ફિલ્મની વાર્તાને રિયલ લૂક આપવા માટે જૂના સિનેમા પ્રોજેક્ટર્સની પણ ખરીદી કરવામાં આવી હતી. કોરોના પહેલા (માર્ચ 2020) આ ફિલ્મનું શૂટિંગ થયું હતું પરંતુ મહામારીને કારણે પોસ્ટ પ્રોડક્શન આ ફિલ્મનું બાકી હતું.
Gujarati film "Chhello Show" is India's official entry for Oscars 2023: Film Federation of India
— Press Trust of India (@PTI_News) September 20, 2022
ADVERTISEMENT
છેલ્લો શો' ફિલ્મમાં શું છે?
ADVERTISEMENT
OMG! What a night this going to be! Gratitude to Film Federation of India and thank you FFI jury members. Thank you for believing in Chhello Show. Now I can breathe again and believe in cinema that entertains, inspires and enlightens! @LastFilmShow1 #ChhelloShow #Oscars
— Nalin Pan (@PanNalin) September 20, 2022
ફિલ્મના કલાકારો
ભાવિન રબારી (સમય)
ભાવેશ શ્રીમાળી (ફઝલ)
રિચા મીના (બા - સમયની માતા)
દિપેન રાવલ (બાપુજી - સમયના પિતા)
પરેશ મહેતા (સિનેમા મેનેજર)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.