બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Gujarat Yuva Congress will celebrate the completion of one year of Bharat Jodo Yatra

રાજનીતિ / ગુજરાતભરમાં કોંગ્રેસની 'મોહબ્બ્ત કી દુકાન' કાર્યક્રમ, અનોખી ઉજવણી કરવાનું કારણ પણ છે ખાસ

Dinesh

Last Updated: 06:49 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

politics news : ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું કે, યુવા કોંગ્રેસ પ્રદેશ અને જિલ્લા સ્તર પર 'મોહબ્બ્ત કી દુકાન' બેનર હેઠળ કાર્યક્રમ કરશે તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે

  • ભારત જોડો યાત્રને  એક વર્ષ પૂરું થતા યુવા કોંગ્રેસ કરશે ઉજવણી
  • યુવા કોંગ્રેસ રાજ્યમાં આવનારા ત્રણ મહિનામાં વિવિધ કાર્યક્રમ કરશે
  • સરકારમાં બેરોજગારીનો  દર 7.95 ટકા થયો છે: કોંગ્રેસ

 

politics news : લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. પ્રદેશ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ ગોહિલે સંભાળ્યા પછી ફરી એકવાર કોંગ્રેસ સક્રિય થઈ છે. રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ને એક વર્ષ પૂરું થતા ભારતીય યુવા કોંગ્રેસ વિવિધ પ્રકારનાં કાર્યક્રમો શરૂ કરશે તેવી ગુજરાત યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ અને મહામંત્રીએ  માહિતી આપી હતી.

'યુથ કોંગ્રેસ રાજ્યમાં કાર્યક્રમો કરશે'
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ  મનીષા પરીખે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ની ચર્ચા ભારત દેશમાં જ માત્ર નથી થઈ પણ વિદેશમાં ભારે ચર્ચા કરવામાં આવી હતી.રાહુલ ગાંધીની સકારાત્મક  વિચારના કારણે  દેશમાં લોકપ્રિયતમાં વધારો થયો છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ગરીબો, વંચિતો , બેરોજગાર અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. 'ભારત જોડો યાત્રા'ને એક વર્ષ પૂરું થતા યુથ કોંગ્રેસ રાજ્યમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો આપશે. 

યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ શું કહ્યું ?
ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં યુવા કોંગ્રેસ સાથે મળીને પ્રદેશ કોંગ્રેસ સાથે સંકલન કરીને 'ભારત જોડો' યાત્રનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ પ્રદેશ અને જિલ્લા સ્તર પર 'મોહબ્બ્ત કી દુકાન' બેનર હેઠળ કાર્યક્રમ કરશે. સાથો સાથ સામાજિક અને સાંસ્કૃતિક  કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ 'ભારત જોડો' યાત્રાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ફોટો પ્રદર્શન અને 'સ્પીક ઉપ ફોર ભારત જોડો' કાર્યક્રમ અને વિવિધસ્તર  પર યુવા કોંગ્રેસ રમત ગમત અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.

 નોકરી આપવાનો વાયદો જૂઠો સાબિત થયો છે : મુકેશ આંજણા
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશવાસીઓને જુઠા વચન આપીને સત્તા હાંસલ કરી છે. પ્રતિ વર્ષ 2 કરોડ નોકરી આપવાનો વાયદો જૂઠો સાબિત થયો છે. દેશના યુવાનો સાથે નીચે સરકારે ગદ્દારી કરી છે. ભારત દેશમાં મોટા ભાગના યુવાનો દસ પંદર હજારની નોકરી કોન્ટ્રાકટ પર કરીને પોતાના જીવનનો અમૂલ્ય સમય બરબાદ કરી રહ્યા છે. ભારતમાં બેરોજગારીનો દર 7.95 ટકા થયો છે. તે શરમજનક બાબત કહી શકાય છે. દેશમાં 9.64 લાખ નોકરીની જગ્યા ખાલી પડી છે,  સરકાર દ્વારા ભરવામાં આવી રહી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ