ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આગામી 3 દિવસ ગુજરાત માટે 'ભારે', ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ત્રાટકશે આફતરૂપી વરસાદ

આગાહી / આગામી 3 દિવસ ગુજરાત માટે 'ભારે', ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ત્રાટકશે આફતરૂપી વરસાદ

Last Updated: 04:03 PM, 25 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસૉર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે.

ADVERTISEMENT

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હજુ આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસૉર ટ્રફ અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

કયા કેટલો વરસાદ નોંધાયો

જ્યાં આણંદ અને વડોદરામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો ભરૂચ, સુરત, દાહોદ, મહીસાગરમાં વધુ વરસાદ નોંધાયો. આણંદમાં સૌથી વધુ 14.5 ઇંચ વરસાદ નોંધાયો, તો વડોદરામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં નોંધાવવો જોઈએ તેનાથી 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

ક્યારે ક્યાં વરસાદ પડશે

25 જુલાઈના રોજ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

PROMOTIONAL 12

26 જુલાઈ માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વીડિયો કોન્ફરન્સથી CM ભૂપેન્દ્ર પટેલે કરી વરસાદની સ્થિતિની અંગેની સમીક્ષા, તમામ કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ

27 જુલાઈ માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

28 જુલાઈ માટે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર માટે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain forecast IMD forecast Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ