બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં વરસાદ-ઠંડી અને ગરમી, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat: હાલ સવારે અને રાત્રે ઠંડી તેમજ બપોર દરમિયાન ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, જોકે હવે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદનું સંકટ ઉભુ થયું છે.
ADVERTISEMENT
આ વર્ષે ચોમાસું લાબા સમય સુધી ચાલ્યું હતું અને દિવાળી બાદ પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે હવે ફરી એકવાર ઠંડી અને ગરમી સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે. ગુજરાતના હવામાનને લઈને વેધર એક્સપર્ટ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દેશના દક્ષિણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે તેમજ ઉત્તર ભારતના પહાડી વિસ્તારની વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ પારો ગગડ્યો છે અને કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવે બંગાળની ખાડીમાં એક નવી સિસ્સટમાં તીવ્ર બની છે જેને કારણે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી, તમિલનાડુ સહિત દક્ષિણના રાજ્યના કેટલાક દરિયાકાંઠે વાવાઝોડું પણ આવી શકે છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 25 અને 26 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનશે. તેમની આગાહી મુજબ લઘુતમ તાપમાન 16 ડિગ્રી સુધી નીચે આવી શકે છે અને ત્યારબાદ નજીકનાં દિવસોમાં તે 17 ડિગ્રી આસપાસ ફરતા રહેવાની સંભાવના છે. બીજી તરફ, મહત્તમ તાપમાન લગભગ 30 ડિગ્રી સુધી રહેવાની ધારણા હોવાથી સવારના સમયમાં ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો લોકો અનુભવ કરશે.
વધુ વાંચો : સિગ્નલ તોડતાં બે વાર વિચારજો! અમદાવાદમાં રાત્રે 12 સુધી ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે
ADVERTISEMENT
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળશે. 15 થી 17 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા છે, જ્યારે કેટલીક જગ્યાએ કમોસમી હળવો વરસાદ પણ પડી શકે છે. આ સમયગાળામાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે હોવાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને હવામાનમાં થતા ફેરફાર પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.