બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat State Health Employees Federation held a meeting with Health Minister Rishikesh Patel

ચીમકી / ગ્રેડ-પે નહીં વધારાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટાય, આરોગ્ય કર્મીઓએ મંત્રી ઋષિકેશ પટેલ સાથે કરી બેઠક

Vishnu

Last Updated: 05:11 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે કરી બેઠક, ગ્રેડ પે પર કોકડું ગુંચવાયેલું

  • જિ.પં.ના આરોગ્યકર્મીઓની હડતાળ
  • આરોગ્ય મંત્રી સાથે કર્મચારી મંડળની બેઠક
  • સરકારે 3માંથી 2 માગનો કર્યો સ્વીકાર
  • ગ્રેડ-પે નહીં વધારાય તો આંદોલન નહીં સમેટાય

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના વણઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. હાલ પંચાયત વિભાગમાં હડતાળનો દોર ચાલી રહ્યો છે. પહેલા તલાટીની હડતાળ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓ પોત-પોતાની માંગને લઈ 8 ઓગસ્ટથી રસ્તા પર ઉતરી ગયા છે.     

ગ્રેડ-પે નહીં વધારાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટાયઃ આરોગ્યકર્મી
ત્યારે આજે જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓની હડતાળનો મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે કર્મચારી મંડળે બેઠક કરી છે. જેમાં સરકારે મુખ્ય 3 માંગ માંથી 2 માંગમાં હા ભરી છે જ્યારે ગ્રેડ પેની માંગ માટે સમિતિની રચના કરી છે. સાથે જ સરકારે 15 દિવસમાં 2 માંગણી માટે GR કરવાની ખાતરી આપી છે. પણ આરોગ્ય કર્મચારીઑ તેમજ કર્મચારી મંડળના આગેવાનો મુખ્ય માંગ ગ્રેડ પે વધારા પર અડગ છે. અને ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે સરકાર ગ્રેડ પે મામલે GR નહીં કરે ત્યાં સુધી 16 હજાર આરોગ્ય કર્મચારીઓ પોતાની લડત ચાલી રાખશે. 

એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહીની શક્યતા
તો બીજી તરફ આરોગ્યમંત્રીએ બેઠકમાં હડતાળ સમેટી લેવા અપીલ કરી છે. પણ મળતી માહિતી મુજબ હડતાળ નહીં સમેટાય તો કર્મચારીઓ પર કાર્યવાહી થવાના શક્યતાઓ સેવાઇ રહી છે. એપેડેમિક એક્ટ મુજબ આંદોલનકારી કર્મચારીઑ પર પગલા લેવાઈ શકે છે જે અનુસંધાને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના રણજીતસિંહ મોરીએ કહ્યું કે જો કોઈ પણ કર્મચારી પર કાર્યવાહી થશે તો ગાંધીનગરમાં 16 હજાર આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ધામા નાખશે.

કર્મચારીઓની માગ શું?

  • આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર 
  • પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ 
  • પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર
  • ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ હડતાળ
  • ગ્રેડ-પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત આરોગ્ય કર્મચારીઓની હડતાળ
  • 2017, 2019 અને 2021માં કર્મચારીઓ માંગણીઓને લઇ હડતાળ કરી હતી
  • અગાઉ સરકારે માંગણીઓનું સમાધાન માટે આપ્યું હતું આશ્વાસન
  • આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ-પે રૂપિયા 1 હજાર 900 થી વધારી રૂપિયા 2 હજાર 800 કરવા માગ
  • કોવિડ સમયમાં કરેલા કામનું ભથ્થુ આપવા માગ
  • ફેરણી ભથ્થુ (PTA) આપવા કર્મચારીઓની માગ

કોણ કોણ હડતાળમાં જોડાયું છે?
ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ  હડતાળમાં જોડાયા છે જેઓ ખાસ કરીને ગ્રેડ પે વધારાની માંગ પર અડગ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ