બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat smart village punsari sabarkantha

સ્માર્ટ વિલેજ / ગુજરાતના આ ગામે અપનાવી છે જોરદાર ટ્રિક, એક ઝાટકે 1500 ઘરમાં પહોંચી જાય છે સંદેશ

Published By: Shalin

Last Updated: 10:19 PM, 2 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામડાંનું નામ સાંભળતાની સાથે જ નજર સામે તકલીફોની યાદી આવી જાય.પછી એ તકલીફો પાણી,લાઈટ,રસ્તા કે કોઈ પણ પાયાની સગવડતા હોય. પણ આજે આપણે ગુજરાતના એવા ગામડાની વાત કરવાના છીએ જે મેટ્રોસિટીને પણ ટક્કર મારે છે.

આપણે આજે એક એવા આદર્શ ગામની વાત કરવાના છીએ કે જેને આદર્શ ગામ હોવાનો એવોર્ડ પણ મળેલો છે. આ વાત છે ગાંધીનગરથી 80 કીમી દૂર આવેલા સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામની. 

6000 હજારની વસ્તીવાળા આ ગામની વિકાસ યાત્રા 2006થી શરુ થઇ

આ ગામમાં  પ્રવેશતા જ એના મસ્ત રસ્તાઓ અને રસ્તાની આજુબાજુની હરિયાળી જોઈને જાણે એવું લાગે છે કે પુંસરી ગામ કોઈ બહુવિકસિત શહેર છે. 6000 હજારની વસ્તીવાળું આ ગામ 2006 પહેલા તો બીજા ગામ જેવું જ હતું પણ 2006માં હિમાંશુભાઈ પટેલ આ ગામના સરપંચ બન્યા અને ત્યારબાદ પુંસરી ગામમાં વિકાસના ગણેશ મંડાયા. આ બાહોશ સરપંચ ગામ માટે અક્કલની ખાણ સાબિત થયો અને જોતજોતામાં આ જુના જોગીએ ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રકચર, અને લોકસેવા આ બધાને જોડીને પુંસરી ગામને મોડેલ વિલેજનું આદર્શ ઉદાહરણ બનાવી દીધું. 

ગામમાં છે આટલી સુવિધાઓ

ભ્રષ્ટ નેતાઓની જેમ લોકોની રાતી પાઇથી પોતાના ગજવા ભરવાને બદલે આઠે પહોરને બત્રીસે ઘડી ગામની પ્રગતિમાં આ સરપંચે પોતાના પ્રાણ ફૂંકી દીધા અને ગામને વાઇફાઇ, 24 કલાક વીજળી, સારા પાકા અને ચકાચક રસ્તા, પ્રાઇવેટ સ્કૂલથી પણ ડિજિટલ સ્માર્ટ સરકારી સ્કૂલ, ફૂલી કોમ્પ્યુટરાઈઝ્ડ ગ્રામપંચાયત અને, ગામમાં ચોરીના બનાવ ના બને એટલા માટે CCTV કેમેરાની સાથે ગામની બેંક અને ગામલોકોને અટલ એક્સપ્રેસ નામની બસ સેવા જેવી સગવડોથી અવગત કર્યા.

ગામમાં 120 લાઉડ સ્પીકર લગાડાવ્યા છે

આ સાથે સરપંચે ગામલોકોને કોઈ માહિતી આપવી હોય એ માટે ગામમાં 120 લાઉડ સ્પીકર લગાડાવ્યા છે જેમાં માહિતીની સાથે ભજન કીર્તનની જમાવટ પણ કરાવામાં આવે છે. આ સાથે જ  વેકેશનમાં આજુબાજુના ગામમાં કોઈ કોર્ષ કરવા કે શીખવા ના જવું પડે એટલે ગામમાં જ skill development center ઉભા કરી દીધા જેનો ગામલોકો ભરપૂર લાભ લે છે. 

ગામમાં 109 સખી મંડળો

હજુ અહીંથી વાત અટકતી નથી કારણકે જેના સરપંચ આવા હોય ત્યાં ગ્રામજનો પણ મહેનતુ હોવાના તો ગામની  બુદ્ધિશાળી મહિલાઓ દ્વારા ગામમાં જ 109 તો ખાલી સખી મંડળો ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતી નાની-નાની બચતના પૈસા જમા કરીને જરૂર પડે ત્યારે ઉધારે આપીને કોઈકનો સમય સાચવી શકાય. 

બોલો આવા ગજબ ગામડાઓ છે આપણા ગુજરાતમાં અને તમારી આજુબાજુમાં પણ!

સંકળાયેલા મુદ્દાઓ

Sabarkantha Vtv Exclusive સાબરકાંઠા VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ