બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Gujarat Smart village baben near surat bardoli

સ્માર્ટ વિલેજ / ગુજરાતનું આ ગામ 'પેરિસ' ગણાય છે; અહીં સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ અને પોતાની MBA એન્જિનિયરિંગ કોલેજ!

Published By: Shalin

Last Updated: 10:18 PM, 2 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામડાંનું નામ સાંભળતાની સાથે જ નજર સામે તકલીફોની યાદી આવી જાય.પછી એ તકલીફો પાણી,લાઈટ,રસ્તા કે કોઈ પણ પાયાની સગવડતા હોય. પણ આજે આપણે ગુજરાતના એવા ગામડાની વાત કરવાના છીએ જે મેટ્રોસિટીને પણ ટક્કર મારે છે.

આજે આપણે વાત કરીએ છીએ સુરતથી 35 કિમીના અંતરે આવેલા બાબેન ગામની. અહીં આમ તો ખેતી,પશુપાલન, ખેત મજુરી અને ગામની બાજુમાં આવેલી સુગર ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સામાન્ય લોકો વસે છે પણ આ ગામ બીજા ગામની સરખામણીમાં અસામાન્ય છે અને એ એટલા માટે કે અહીંની સગવડતા જ કંઈક હટકે છે.

રસ્તા અને પાણીના કનેક્શનમાં ગામ અવ્વલ

સૌથી પહેલા તો આ ગામમાં અવર-જવર કરવા માટે 12 મીટર પહોળા, ચોખ્ખા અને રેસ લગાવી શકાય એવા રસ્તા છે, રસ્તાની વચ્ચે ડિવાઈડર, આજુબાજુમાં સ્ટ્રીટ લાઈટ, પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટરો, પીવાના પાણી માટે RO મિનરલ વોટર એ પણ સાવ મફત અને એ સાથે ગામમાં 6-6 મોટી પાણીની ટાંકીઓ ઉભી કરીને ઘરે ઘરે પહોંચાડવામાં આવેલા પાણીના નળ કનેકશનો.

ગામમાં સવા કરોડનું વિશાળ સરોવર

આ ઉપરાંત ગામની વચ્ચોવચ સવા કરોડના ખર્ચે બનાવેલું  વિશાળ સરોવર, સરોવરની વચ્ચે સરદાર પટેલની મૂર્તિ, ફરવા માટે બાગ-બગીચા, અને પર્યાવરણને સાનુકૂળ રાખવા 30 હજાર ઝાડપાનની હારમાળા. આ સાથે 24 કલાક ગામને મળતી વીજળી અને ગામની બધી જ શેરીઓમાં 24 કલાક નજર રાખતા CCTV કેમેરાની સિક્યુરિટી પણ ગોઠવવામાં આવી છે.

3T સિસ્ટમથી સફાઈ અને ખાતર બનાવાય છે

ઉપરાંત 3T એટલે કે ટ્રાઇસિકલ ,ટેમ્પો અને ટ્રેક્ટર દ્વારા 22 લોકોની ટીમ ગામની સાફ સફાઈની કરવાની સાથે ઘરે-ઘરે જઈને કચરો ભેગો કરે છે અને આ કચરામાંથી વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવીને પાછા પૈસા પણ પેદા કરી જાણે છે અહીંના લોકો. 

સ્વિમિંગ પુલ અને ઉચ્ચ અભ્યાસની કોલેજ 

આ સાથે ગામના જુવાનિયાઓ માટે ક્લબ હાઉસ અને સ્વિમિંગ પુલ પણ સુવિધા પુરી પાડવામાં આવેલ છે. ગામમાં વસવાટ કરતા લોકોના અભ્યાસનું પણ બાબેન ગામ એ બરાબર ધ્યાન રાખ્યું છે ,6 બિલ્ડિંગોમાં પથરાયેલું કોલેજ કેમ્પસ કે જ્યાં ફાર્મસી ,પોલિટેક્નિક, MBA જેવા 8 વિષયો સાથે આધુનિક એન્જીનીયરીંગ કોલેજ પણ છે. મજાની વાત તો એ છે કે આ ગામના 95% મકાનો પાકા છે અને માત્ર ગામને જ નહીં પણ ગામમાં જ આવેલી જુદી-જુદી હાઉસિંગ કોલોનીને પોતાના આકષેક પ્રવેશદ્વારો છે.આ સાંભળીને તો કોઈ વેલ ડેવલોપ ટાઉનશિપની યાદ આવી જાય!

જાજા હાથ રળિયામણા કહેવતને સાકાર કરતા અહીંના લોકોએ બાબેન ગામની કાયાપલટ કરીને ગામને ગામ નહીં પણ " સ્માર્ટ વિલેજ " બનાવ્યું છે. બોલો આવા ગજબ ગામડાઓ છે આપણા ગુજરાતમાં અને તમારી આજુબાજુમાં પણ!       

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive surat સુરત VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ