ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરમાં હડકાયું કૂતરું કરડતાં ભેંસને હડકવા ઉપડ્યો, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા

સાબરકાંઠા / ઈડરમાં હડકાયું કૂતરું કરડતાં ભેંસને હડકવા ઉપડ્યો, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:16 PM, 5 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં હડકાયા શ્વાને ભેસને બચકુ ભર્યુ હતું જેને લઇ ભેસનું મોત નીપજતા ગામલોકોમાં ભય ફેલાયો છે.

ADVERTISEMENT

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં હડકાયા શ્વાને ભેસને બચકુ ભર્યુ હતું જેને લઇ ભેસનું મોત નીપજતા ગામલોકોમાં ભય ફેલાયો છે. શ્વાન કરડ્યા પછી ભેંસને હડકવા થયો હતો અને આ ભેસનું દૂધ પીનારા 20થી વધુ લોકો સારવાર માટે હોસ્પિટલ દોડી ગયા હતા.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં તાજેતરમાં એક શ્વાન હડકાયુ થયું હતું. આ શ્વાન પહેલા તો દોડાદોડ કરતુ હતુ અને એક ભેસને ટાર્ગેટ કરી બચકુ ભરી લીધુ હતું. એકાદ સપ્તાહ બાદ ભેસમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા અને ભેસનું મોત નીપજ્યુ હતું. આ ભેસનું મોત થતા પશુપાલક ચોકી ગયા હતા અને આનું દૂધ તેમણે તેમ જ આસપાસના લોકોએ પણ વાપર્યુ હતું જેને લઇ ફફડાટ ફેલાયો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃPSI પરીક્ષા પાસ કરનાર લેડી કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતાં ચકચાર

હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસનું મોત થતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. શ્વાન કરડ્યા બાદ જે ભેંસને હડકવા થયો હતો તેનું દૂધ પીનારા લોકોને હડકવા લાગવાની બીકે તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોએ હડકવા વિરોધી ઇન્જેક્શન લીધા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sabarkantha News Idar News Dog

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ