બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તો હું MLA પદેથી રાજીનામું...' ગોપાલ ઈટાલિયા સામે વધુ એક ધારાસભ્યએ બાંયો ચઢાવી

પડકાર / તો હું MLA પદેથી રાજીનામું...' ગોપાલ ઈટાલિયા સામે વધુ એક ધારાસભ્યએ બાંયો ચઢાવી

Last Updated: 09:50 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને અપાયેલી ચેલેન્જમાં ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ કાંતિ અમૃતિયાને સમર્થન આપ્યું છે.

મોરબીમાં જનતા પ્રાથમિક પ્રશ્નોને લઇને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જનું રાજકારણ શરૂ થયું છે. મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી.

આ બધા વચ્ચે ચેલેન્જ પોલિટિક્સમાં મોરબીના વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ ઝંપલાવ્યું છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને અપાયેલી ચેલેન્જમાં ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ કાંતિ અમૃતિયાને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા જો વિસાવદરની બેઠક પરથી રાજીનામું આપીને અહીંથી ચૂંટણી લડે અને જીતી બતાવે તો પણ હું પણ રાજીનામું આપી દઇશ

મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વીકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ.

આ પણ વાંચોઃ 'તમારા જેવા અધિકારીઓના પાપે...' કોંગ્રેસ નેતાએ બ્રિજની દુર્ઘટના મામલે નાયકાવાલાની ઝાટકણી કાઢી

શૂર બોલ્યા ન ફરે... જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારી ચેલેન્જને સ્વીકારે છે. ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને આગળ જવાબ આપતા કહ્યું હતું કે ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.’ 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Challenge Politics Jitu Somani Gopal Italia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ