બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Police: 43 PI mass transfers DGP
ADVERTISEMENT
ગુજરાતમાં નવી સરકાર આવી તે વખતથી જ બદલીનો ગંજીફો ચીંપાઈ રહ્યો છે.તેમાય હવે ચૂંટણી આવતા પોલીસ ખાતામાં બદલીઓનો દોર મોટા પાયે શરૂ થઈ ગયો છે. ત્યારે વધુ એક વખત પોલીસ બેડામાં મોટે પાયે બદલી કરવામાં આવી છે. એક જ શહેરમાં 3 વર્ષ કે તેથી વધુ સમય થયો હોય નહીં તો કોઈ વહીવટી કારણો આગળ ધરી એક સાથે બિન હથિયારધારી 43 પોલીસ ઇન્સ્પેક્ટર બદલી કરી દેવામાં આવી છે.
43 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો ઓર્ડર ફાટ્યો
ઘણા સમયથી પોલીસ બેડામાં બદલીનો સળવળાટ થતો હતો ત્યારે ગુજરાતના DGPએ તાત્કાલિક ઓર્ડર કરી અલગ અલગ જિલ્લાના 43 પોલીસ ઇન્સ્પેક્ટરોને ટ્રાન્સફર કરી દીધા છે. મહત્વનું છે કે આ બદલી એ PI માટે કરવામાં આવી છે જે સતત 3 વર્ષ કે તેથી વધુ તે જિલ્લામાં ફરજ બજાવતા હતા કે પછી જાહેરહિતના અર્થે તેમની બદલી થઈ છે. આવી જ રીતે હવે આગળના સમયમાં પોલીસ સબ ઈન્સ્પેકટરની બદલીનો પણ અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગત 1 એપ્રિલના રોજ 88 PIની બદલી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કોનું કયા ટ્રાન્સફર થયું?

ADVERTISEMENT


ADVERTISEMENT
આ પહેલા 57 IPS અધિકારીની બદલી, 20 IPSની બઢતી સાથે બદલીના આદેશ કર્યા હતા
2 એપ્રિલના રોજ ગુજરાતનાં પોલીસ બેડામાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરવામાં આવ્યા હતો. રાજ્યમાં એક ઝાટકે 77 IPS અધિકારીઓની બદલી અથવા બઢતી સાથે બદલી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં મહિલાઓ સામેના ક્રાઇમ સતત વધી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે એવામાં ટોપના પોલીસ અધિકારીઓના ટ્રાન્સફરના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં લીના પટેલ, જયપાલ સિંગ રાઠોડ અને નિર્લિપ્ત રૉય જેવા મોટા નામ પણ સામેલ છે. નોંધનીય છે કે જ્યપાલ સિંહ રાઠોડને જ્યાં રાજકોટના SP બનાવવામાં આવ્યા છે ત્યારે તરુણ દુગ્ગલને ગાંધીનગરની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અમરેલીના SP નિર્લિપ્ત રૉયને ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના SP બનાવવામાં આવ્યા છે. આ સિવાય મયંકસિંહ ચાવડાને IBના SP બનાવાયા છે. આ સાથે જ અમરેલી, મોરબી, વડોદરામાં પણ SPની બદલી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT