બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગરમી-ઉકળાટ યથાવત, 42 ડિગ્રી સુધી રહેશે તાપમાન , ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી
Last Updated: 06:13 PM, 4 May 2026
Gujarat Weather : રાજ્યમાં ઉનાળો દિવસેને દિવસે આકરો બનતો જઈ રહ્યો છે અને લોકો ગરમીના ભારે પ્રકોપનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલની પરિસ્થિતિમાં કોઈ રાહત મળવાની શક્યતા દેખાતી નથી. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનો માહોલ યથાવત રહેશે અને તાપમાન ઊંચું જ રહેવાનું અનુમાન છે. ખાસ કરીને બપોરના સમયે ગરમી વધુ તીવ્ર બની રહી છે જેના કારણે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.
ADVERTISEMENT
આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં સતત 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાનું અનુમાન છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 41થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં તો 42 ડિગ્રીથી પણ વધુ તાપમાન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ કારણે લોકો માટે ગરમી સહન કરવી વધુ મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ આકરી ગરમીનો પ્રભાવ જોવા મળશે. અહીં તાપમાન ઊંચું રહેવા સાથે સાથે ઉકળાટની સ્થિતિ યથાવત રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ વિસ્તારોમાં ડિસકમ્ફર્ટ કન્ડિશન સર્જાઈ શકે છે. જે આરોગ્ય માટે પડકારરૂપ બની શકે છે.
ADVERTISEMENT

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી ગરમીમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. રાજ્યમાં ગરમી અને ઉકળાટ બંને યથાવત રહેશે. જેના કારણે લોકો માટે દૈનિક જીવનમાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. ઊંચા તાપમાનને કારણે પાણીની જરૂરિયાત વધશે અને લોકો માટે હાઇડ્રેશન જાળવવું ખૂબ જ જરૂરી બનશે.
ADVERTISEMENT
આ પરિસ્થિતિમાં નિષ્ણાતો લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. બપોરના સમયે બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને શરીરને ઠંડુ રાખવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. આવનારા દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા હોવાથી તમામ લોકો માટે સાવચેતી એકમાત્ર ઉપાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.