ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કોરોનાનો કહેર! નવા 167 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 600ને પાર
Last Updated: 09:57 PM, 5 June 2025
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 615 પર પહોંચી છે. એક્ટિવ કેસોમાંથી માત્ર 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT

વડોદરામાં કોવિડ19નાં 6 નવાં કેસ નોંધાયા
ADVERTISEMENT
શરદી, ખાંસી, તાવનાં લક્ષણો સાથે કોરોનાની ફરી એકવાર એન્ટ્રી થઈ છે. વડોદરામાં કોવિડ19નાં 6 નવાં કેસ નોંધાયા છે, તમામ દર્દીઓની હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. પાલિકાએ હેલ્થ બુલેટિન બહાર પાડી માહિતી આપી છે સાથો સાથ કોરોનાને લઇને પેનિક ન થવાં તંત્રએ અપીલ કરી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: કચ્છમાં ત્રિપલ અકસ્માત! માતા-પુત્રનું મોત, 10 વર્ષની બાળકી ઈજાગ્રસ્ત, દ્રશ્યો દર્દનાક
સુરતના પાલમાં 7 કેસ નોંધાયા
ADVERTISEMENT
સુરતના પાલ વિસ્તારમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. મુંબઇથી પરત આવેલા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. બે દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે જ્યારે અન્ય દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર અપાઇ રહી છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 35 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે દર્દીઓની સંપર્કમાં આવેલા લોકોનું સ્ક્રીનિંગ શરૂ કર્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો