બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદમાં રેડ એલર્ટ, આજની રાત સાચવવું પડશે, 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ

આકાશી આફત / બોટાદમાં રેડ એલર્ટ, આજની રાત સાચવવું પડશે, 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ

Dinesh Chaudhary

Last Updated: 06:34 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં આવતીકાલે તારીખ 18 જૂન સુધી રેડ એલર્ટ અપાયું છે. બોટાદ સબ ડિવિઝનમા 24 કલાકમાં સાડા પંદર ઈંચ વરસાદ ખાબક્યો છે

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં જ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે. ત્યાં નદીઓમાં પૂર નીકળ્યા છે. તો કેટલાક જિલ્લાઓમાં તો પહેલા જ વરસાદમાં ડેમો છલોછલ થયા છે. ત્યાંક વરસાદની શરૂઆત લોકો માટે આફત પણ બની છે, વાત બોટાદ જિલ્લાની કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે ચારે તરફ પાણી જ પાણી છે. જો કે, હજુએ પણ બોટાદમાં આકાશી આફત ટળી નથી. કારણે કે, બોટાદ જિલ્લામા રેડ એલર્ટને લઈ કલેક્ટર ડો. જીન્સી રોયે અફવાથી દૂર રહી સાવચેત અને સલામાત રહેવા અપીલ કરી છે.

બોટાદમાં રેડ એલર્ટ

બોટાદમાં આવતીકાલે તારીખ 18 જૂન સુધી રેડ એલર્ટ અપાયું છે. બોટાદ સબ ડિવિઝનમા 24 કલાકમાં સાડા પંદર ઈંચ વરસાદ નોંધાયો છે. ગઢડામાં ગઈકાલથી સવાર સુધીમાં 14 ઈંચ વરસાદ, બરવાળામાં 9 ઈંચ અને રાણપુરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. લાઠીદડ ગામે ઈકો કાર તણાઈ હતી જેમા 9 લોકો સવાર હતા. જેમાથી બે લોકોને ગઈકાલે બચાવ્યા છે, તો બે લોકોના મૃતદેહ મળ્યાં છે અને બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.

કલેક્ટરે લોકોને અનુરોધ કર્યો

ગઢડાના પીપળીયા ગામની સીમમાં 15 લોકો ફસાયા છે જેમને લોકલ ટીમ દ્વારા બચાવની કામગીરી શરૂ કરી છે. બરવાળા વિસ્તારમાં ડેમની સપાટી વધી જતા 40 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. અફવાથી દૂર રહેવા તેમજ કોઈપણ જરૂરિયાત માટે કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરે લોકોને અનુરોધ કર્યો છે

app promo3

આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં તરવૈયાઓનું જ PIએ કર્યું રેસ્ક્યૂ, ગળાડૂબ પાણીમાં કૂદ્યા, સાચો 'સિંઘમ'

બોટાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

બોટાદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે મેઘરાજાની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં મેઘરાજાએ બોટાદ જિલ્લાને પાણી..પાણી કરી નાખ્યો છે. જેના કારણે ધકતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભારે વરસાદના પગલે નાવડા ગામ પાણી પાણી થયું છે. ખાંભડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે ઉતાવળી નદીમાં પૂર આવ્યું અને પૂરના પાણી નવા નાવડા અને જૂના નાવડા ગામના રસ્તાઓ પર ફરી વળ્યાં. લોકોને અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો, બીજી તરફ નાવડા ગામને જોડતા રોડ પરનો કોઝવે પૂરમાં તણાઈ ગયો છે. જેથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Botad Rain Update Botad Rain Forecast Botad news
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ