બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતની ઘટના બાદ બોક્સ ક્રિકેટ નિયમોમાં ફેરફાર, જાણો ક્યારથી લાગુ થશે ન્યૂ પોલિસી
Last Updated: 01:04 PM, 8 July 2025
છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટ બોક્સનો ક્રેઝ વધ્યો છે. હાલમાં જ સુરતના કતારગામમાં ધોધમાર વરસાદ અને પવનના કારણે બોક્સ ક્રિકેટનું બોક્સ તૂટી પડ્યું હતું. અમદાવાદના હાઇવે અને રિંગ રોડને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં લોખંડની જાળીના કોર્ડન કરીને ઉભા કરી દેવામાં આવતા ક્રિકેટ બોક્સ અંગે કોઈપણ નિયમ બનાવવામાં આવ્યા નહતા. એક મીડિયા રિપોર્ટ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત ક્રિકેટ બોક્સ-પિકલ બોક્સ ચલાવવા માટેની પોલિસી બનાવવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી આપત્તિજનક સૂચનો મંગાવવામાં આવ્યા છે. જેના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આ નિયમો લાગુ થશે.
ADVERTISEMENT

ડ્રાફ્ટ પોલિસી તૈયાર
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ ખાતા દ્વારા બોક્સ ક્રિકેટ, પિકલ બોલ અને તે પ્રકારની નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટિવિટી અંગે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટર્ડ થયેલા એન્જિનિયર અથવા ક્લાર્ક ઓફ વર્કસ તથા સ્ટ્રક્ચરલ એન્જીનિયરની નિમણુંક કરી પોલીસ અને ફાયર NOC, પ્રોપર્ટી કોમર્શિયલ માટે બિનખેતી પરમીશન સહિત અલગ અલગ પ્રકારના પુરાવા સાથે લાઇસન્સ અને મંજૂરીઓ મેળવવા માટે અરજી કરી લાયસન્સ મેળવવાનું રહેશે.
વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની રહેશે
ADVERTISEMENT
બોક્સ ક્રિકેટ અને પિકલ બોક્સ સહિતની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની રહેશે. અગાઉ મંજુરી મેળવી ઉભા કરવામાં આવતા નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટિવિટી એરીયા માટે અને વર્તમાનમાં વપરાશ ચાલુ હોય તેવા એક્ટિવિટી એરિયાની SOP પ્રસિધ્ધ થયાના 30 દિવસમાં અરજી કરવામાં આવેલી હોય તેવા કિસ્સા માટે પ્રતિ ચો. મીટર રૂ. 100 રહેશે. જયારે પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય ઉભા કરવામાં આવતા નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટીવીટી એરીયા (સેનેટરી પ્રોવિઝન તથા ફુડ સ્ટોલના એરીયા સાથેનો) માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 200 લેખે લાયસન્સ ફી ચૂકવવાની રહેશે. આ લાયસન્સ ફી માં દર ત્રણ વર્ષે 5 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. ફીનાં ધોરણોમાં વધારા/ ફેરફાર કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરની રહેશે. સમયાનુસાર ઉક્ત ઉપરોક્ત વન ટાઈમ લાયસન્સ ફીની રકમ નિર્ધારિત કરેલ બજેટ હેડમાં જમા લેવાશે.
કોઈને અડચણરૂપ ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે
ADVERTISEMENT
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી ડ્રાફ્ટ પોલિસી મુજબ અમુક શરતોનું પાલન બોક્સ ક્રિકેટ અને પિકલ બોક્સ સહિતની નેટ કવર્ડ એક્ટિવિટીની મંજૂરી મેળવનારા સંચાલકો દ્વારા કરવાનું રહેશે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ એનઓસી અને લાઇસન્સ મુજબના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ કરી શકશે. કાયમી બાંધકામ કે સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે નહીં. નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે પ્લોટની 50 મીટર આજુબાજુ ટ્રાફિકનું ચુસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે જેના માટે સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા પણ સંચાલક દ્વારા કરવાની રહેશે. આજુબાજુના રહીશો અને રાહદારીઓ તેમજ જાહેર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જાહેર સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગમે ત્યારે બોક્સ ક્રિકેટનો પરવાનો રદ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને રહેશે.

ADVERTISEMENT
ક્રિકેટ બોક્સ અને પિકલ બોલ માટે બાંધકામના નિયમો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.