બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફક્ત 35 સેકેન્ડમાં તો ધડામ! અમદાવાદ પ્લેન દુર્ઘટનાના સામે આવ્યા CCTV
Last Updated: 10:29 PM, 12 June 2025
અમદાવાદના મેઘાણીનગરમાં થયેલ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશ શોકમાં છે. કંપાની નાંખે તેવો મંજર ઉભું થયું છે. ત્યારે સમગ્ર દુઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, 35 સેકેન્ડમાં તો પ્લેન ધડામ થાય છે. જોત જોતમાં 59 સેકેન્ડમાં મોટો વિસ્ફોટ થઈ જાય છે. આખે આખું પ્લેન સળગી ઉઠે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
59 સેકન્ડમાં પ્લેન તબાહીનું મંજર
CCTVમાં જોઈ શકાય છે કે, પ્લેન ઉડાન ભરે છે અને અચાનક તે આકાશ તરફ પાછું નીચે આવતું દેખાય છે અને એકાએક બિલ્ડિંગમાં ઘૂસી જાય છે, ત્યારબાદ મોટો વિસ્ફોટ થાય છે અને ધૂમાડાના અને આગના ગોટે ગોટા દેખાવા લાગે છે. જે દ્ર્શ્યો જેવા તેવા હર્દય બેસાડી દે તેવા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VTV ડિજીટલના એક કર્મચારીના બે પરિજનોએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

ADVERTISEMENT
'આજનો દિવસ ભારે હતો'
12 જૂન 2025ના રોજ અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારના આઈજીપી ક્વાર્ટર્સ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખે એવી ઘટના બની છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, જે બોઇંગ વિમાન હતું, અને જેમાં લગભગ 200 મુસાફરો અને કાર્ગો સામાન પણ હતું, તે વિમાન અમદાવાદથી લંડન જવા માટે બપોરે 1.38 વાગ્યે ટેકઓફ થયું હતું. પરંતુ માત્ર બે જ મિનિટમાં, એટલે કે 1.40 વાગ્યે તે વિમાન તૂટી પડ્યું અને એક બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ ભીષણ દુર્ઘટનામાં તમામ મુસાફરોના દુઃખદ અવસાન થયા છે. સમગ્ર શહેરમાં દુખની લાગણી છવાઈ ગઈ છે અને લોકો આ ઘટનાને લઈ અત્યંત ચિંતિત અને ભાવુક છે. સાથે આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજીય રૂપાણીનું પણ અવસાન થયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.