બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / HMPV વાયરસ સામે લડવા ગુજરાતની હોસ્પિટલોનું તંત્ર સજ્જ, ચિંતા નહીં, સતર્ક રહેવું જરૂરી
Last Updated: 12:54 PM, 7 January 2025
ગાંધીનગર: ગુજરાતમાં HMPVનો એક્ટિવ કેસ આવતા તંત્ર સતર્ક થઈ ગયું છે. HMPV વાયરસ સામે રાજ્યની હોસ્પિટલોને સજ્જ કરવામાં આવી છે, ગાંધીનગર, વડોદરા, ભાવનગર સહિતના શહેરોની હોસ્પિટલોમાં વાયરસનો સામનો કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. HMPV સંક્રમિત દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. 4 વોર્ડનો આઈસોલેશન વોર્ડ તરીકે ઉપયોગ થશે.
ADVERTISEMENT
વડોદરાની SSG હોસ્પિટલ સજ્જ
રાજ્યમાં HMPV વાયરસનો કેસ નોંધાતા વડોદરા SSG હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. SSG હોસ્પિટલમાં એક અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 26 બેડની વ્યવસ્થા, ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેંકની સુવિધા ઉભી કરવામાં આવી છે. વોર્ડમાં 160 બેડ ઓક્સિન્જ સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ પૂરતી દવા, ઓક્સિજન અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા તૈયારીઓ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભાવનગરમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ મોડ પર
ADVERTISEMENT
ભાવનગરમાં પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર HMPV વાયરસ સામે એલર્ટ મોડ પર આવી ગયું છે. ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 32 બેડ સાથે NRC વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. NRC વોર્ડમાં 12 વેન્ટીલેટર સાથે 32 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 20 બેડ પુખ્તવયના દર્દીઓ માટે અને 12 બેડ બાળકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ ઓક્સિજન અને જરૂરી દવાઓ, ડોકટરનો સ્ટાફ સાથેની તૈયારી કરવામાં આવી છે.
રાજ્યમાં HMPVનો કેસ સામે આવતા સરકાર સતર્ક
ADVERTISEMENT
ગુજરાતમાં HMPV નો એક્ટિવ કેસ આવતા સરકાર સતર્ક થઈ ગઈ છે. ગુજરાત સરકારે વિદેશથી આવનારા લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. હોસ્પિટલોને RTPCR ટેસ્ટ કીટ ખરીદવા સૂચના પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડ લાઈન આપશે. તેમજ રાજ્ય સરકારે ટેસ્ટિંગ કીટ ખરીદવાની મંજૂરી આપી છે.
HMPV વાયરસના લક્ષણો
ADVERTISEMENT
બાળકો અને વૃદ્ધો આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. આમાં, શ્વસન અને ફેફસાની નળીઓમાં ચેપ થાય છે, જેના કારણે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સિવાય ગળામાં દુખાવો, માથાનો દુખાવો, ઉધરસ, તાવ, શરદી અને થાક પણ છે.
આ બાબતો ધ્યાનમાં રાખવી
ADVERTISEMENT
હ્યુમન મેટાન્યુમોવાયરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો

મેટાન્યુમોવાયરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's)?
આ પણ વાંચો: HMPV વાયરસ મામલે અમદાવાદની આ હોસ્પિટલને તંત્રની નોટિસ, કહ્યું 'ખુલાસો કરવો પડશે
વાયરસ ન ફેલાય એ માટે શું કરવું?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.