બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court rejected contempt of court petition in Dr. Atul Chag suicide case

BIG BREAKING / ડૉ. અતુલ ચગ આપઘાત કેસ: ગુજરાત હાઇકોર્ટે ફગાવી પુત્રએ કરેલી કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી

Dinesh

Last Updated: 03:37 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી છે, હાઈકોર્ટે કહ્યું અમારા અધિકારક્ષેત્રમાં આ મામલો નથી આવતો

  • ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં મહત્વના સમાચાર
  • ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી
  • ડૉ.અતુલ ચગના દિકરાની અરજી ફગાવવામાં આવી


ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી દીધી છે તમને જણાવી દઈએ કે, ડૉ.અતુલ ચગના દિકરા દ્વારા આ અરજી કરવામાં આવી હતી.

ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી
ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી છે તેમજ હાઈકોર્ટે કહ્યું કે, અમારા અધિકારક્ષેત્રમાં આ મામલો આવતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, જવાબદાર અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી. સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવાની પરિવારની માગ હતી.

અગાઉ અરજદારે શું કહ્યું હતું
ર્ડા. અતુલ ચગ આપઘાત કેસમાં હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમજ હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ અરજદારે જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીએ ઘટના બની અને એ જ દિવસે સ્યુસાઈટ નોટ પણ મળી હતી. ત્યારે હજુ તપાસ ચાલુ હોવાની વાત પોલીસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટમાં સ્યુસાઈટ નોટમાં અક્ષર ર્ડા. ચગનાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. પોલીસે ફરી સ્યુસાઈટ નોટ એફએસએલમાં તપાસ માટે મોકલી હોવાનું કહ્યું હતું.  શા માટે તેનો ઉલ્લેખ એફિડેવિટમાં નથી.

શું છે સમગ્ર મામલો?
ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. આ મામલે અનેક ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે.

મળી હતી સુસાઇડ નોટ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ