બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat High Court : ahmedabad Man used wife to misuse Domestic Voilence act against dad
ADVERTISEMENT
ગુજરાતમાં ઘરેલુ હિંસાના કાયદાના દુરુપયોગનો ગંભીર કેસ સામે આવ્યો છે. 96 વર્ષના પિતાથી ઘર ખાલી કરાવવા માટે દીકરાએ પત્નીને કહીને ઘરેલુ હિંસાનો કેસ પોતાના જ પિતા પર કરાવ્યો. દીકરા અને વહુના ખોટા કેસના કારણે 96 વર્ષના વૃદ્ધે વારંવાર કોર્ટના ધક્કા ખાવા પડ્યા. જોકે હવે હાઇકોર્ટમાં દીકરા અને વહુની પોલ ખૂલી ગઈ છે.
હાઇકોર્ટે દીકરાને જ ઘર ખાલી કરવાનો આદેશ આપી દીધો છે. હાઇકોર્ટે આદેશ આપ્યો કે દીકરાને વૃદ્ધ મા-બાપના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે, સાથે જ સિંગલ બેન્ચના આદેશ પર પણ રોક લગાવવામાં આવી.
ADVERTISEMENT
પિતાને પરેશાન કરતો હતો પુત્ર, કોર્ટે ઘર ખાલી કરવા આપ્યો હતો આદેશ
નોંધનીય છે કે વર્ષ 2019માં દીકરાના વ્યવહારથી પરેશાન થઈને વૃદ્ધ દંપત્તિએ કેસ નોંધાવ્યો હતો. જે બાદ ટ્રિબ્યુનલે દીકરાને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો. દીકરા સામે આવ્યો આદેશ આવતા વહુએ સસરા સામે જ ઘરેલુ હિંસાનો કેસ કરી નાંખ્યો, આટલું જ નહીં વહુ તરફથી એવો પણન દાવો કરવામાં આવ્યો કે આ ઘરમાં રહેવાનો તેનો પણ અધિકાર છે.
વહુએ સામે વૃદ્ધ સામે હિંસાનો કેસ કરી નાંખ્યો
બાદમાં કેસ મેટ્રોપોલિટન કોર્ટમાં પહોંચ્યો, કોર્ટે આદેશ આપ્યો કે વહુને ઘરમાંથી કાઢી શકાય નહીં.
ADVERTISEMENT
બાદમાં વહુ અને દીકરાએ વૃદ્ધ સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે દીકરાને ઘરમાંથી કાઢી ન શકાય કારણ કે પિતા સામે ઘરેલુ હિંસાનો કેસ કરવામાં આવ્યો છે. વૃદ્ધ પિતાએ સામે પક્ષે દીકરા પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો અને FIR પણ બતાવી.
કોર્ટે કહ્યું, ઘર ખાલી ન કરવું પડે એટલે જ આ કેસ કરાયો છે
પિતાની અપીલ પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની પીઠે ચુકાદો આપ્યો કે વહુએ અરજી એટલે જ દાખલ કરી છે જેથી તેણે સસરાનું ઘર ખાલી કરવું પડે નહીં. એટલે કે ઘરેલુ હિંસાના કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે પિતા અને પુત્ર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, દીકરો પિતાને પરેશાન કરી રહ્યો હતો, પણ સસરાને બચાવવા માટે વહુ ક્યારેય આગળ આવી નથી. કોર્ટે પોતાના આદેશમાં દીકરાને પિતાનું ઘર ખાલી કરવા આદેશ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.