બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત કોંગ્રેસને સૌથી મોટો ફટકો, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

બ્રેકિંગ / ગુજરાત કોંગ્રેસને સૌથી મોટો ફટકો, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

Last Updated: 02:48 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ધારાસભ્યએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, પોતાના સમર્થકોની અવગણનાથી નારાજ, રાજકીય ગરમાવો ચરમસીમાએ

ગુજરાત કોંગ્રેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર કોંગ્રેસ પ્રક્ષનો આંતરિક વિખવાદ ચરમસીમા પર આવ્યો છે. વિગતો મુજબ ઉત્તર ગુજરાતની રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

મીડિયા અહેવાલો મુજબ, રઘુ દેસાઇ લાંબા સમયથી પોતાના સમર્થકોને કોંગ્રેસ સંગઠનમાં યોગ્ય સ્થાન ન મળતાં અસંતોષ અનુભવી રહ્યા હતા. સંગઠનના નિર્ણયો અને સ્થાનિક સ્તરે સમર્થકોની અવગણના સામે અનેક વાર તેમણે અણગમો વ્યક્ત કર્યો હતો, પરંતુ કોઈ પગલાં ન લેવાતા અંતે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.

VTV NEWSની ટેલિફોનિક વાતચિતમાં રઘુ દેસાઈના ગોળગોળ જવાબ

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈનુ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાની વાતો વચ્ચે જ્યારે VTV NEWS દ્વારા રઘુ દેસાઈનો સંર્પક કરવામાં આવતા ટેલિફોનિક વાતચીતમાં તેઓએ ગોળગોળ જવાબ આપ્યો હતો. આ તરફ પાટણ જિલ્લા પ્રમુખે રાજીનામુ નહી આપ્યું હોવાનો રાગ આલાપ્યો હતો.

રઘુ દેસાઇના રાજીનામા બાદ રાધનપુર તથા ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. રાજકીય વર્તુળોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, રઘુ દેસાઇ આગામી દિવસોમાં કયા પક્ષની તરફેણ કરશે ? શું તેઓ ભાજપનો હાથ થામશે કે સ્વતંત્ર રાજકીય સફર શરૂ કરશે?

આ પણ વાંચો : વડોદરામાં સોનાની વીંટી અને ચેઈન લૂંટી ઠગો ફરાર , પોલીસે તપાસ શરૂ કરી

કોંગ્રેસ માટે આ રાજીનામું મોટો ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે રઘુ દેસાઇનો વિસ્તાર પર મજબૂત પ્રભાવ છે. સ્થાનિક સ્તરે તેમનાં સમર્થકોની સંખ્યાને જોતા આ નિર્ણય કોંગ્રેસની સંગઠનાત્મક સ્થિતિને વધુ કમજોર કરી શકે છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે, ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને કાર્યકરોમાં અસંતોષ સતત વધતો જાય છે જે પક્ષ માટે 2027ની ચૂંટણી પૂર્વે ચિંતાનો વિષય બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Radhanpur MLA Raghu Desai Raghu Desai resigns
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ