ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ગાંધીનગરમાં મહત્વની કેબિનેટ બેઠક, જાણો કયા-કયા મુદ્દાઓ ચર્ચાશે
Last Updated: 08:21 AM, 13 August 2025
ADVERTISEMENT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે કેબિનેટની મહત્વની બેઠક મળનાર છે. આ બેઠક દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી શકે છે.બેઠકમાં પ્રથમક્રમે રાજ્યમાં હાલ ઉભરતી રાસાયણિક ખાતરની અછત અંગે ચર્ચા થઈ શકે છે .
ADVERTISEMENT
ખેડૂતોને સમયસર ખાતર મળવા માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવ્યાની માહિતી આપવામાં આવશે. સિંચાઈના છોડાયેલા પાણી અને વિવિધ વિસ્તારોમાં થયેલી વાવેતરની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. સરકાર તરફથી ખેડૂતોને તમામ શક્ય સહાય આપવા નિર્દેશ આપવામાં આવશે .

ADVERTISEMENT
આ બેઠકમાં રાજ્ય કક્ષાએ ઉજવાનાર સ્વતંત્રતા પર્વના કાર્યક્રમો તથા “હર ઘર તિરંગા” અંતર્ગત યોજાનાર તિરંગા યાત્રાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. કાર્યક્રમોની સફળતા માટે સમગ્ર રાજ્યમાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવશે. આ સાથે રાજ્ય સરકારના આગામી વિકાસાત્મક કાર્યક્રમો અને નીતિગત નિર્ણયો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
વધુમાં વાંચો: 7 બાળકો સહિત 10ના મોત, ખાટુશ્યામના દર્શનેથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓનો ગમખ્વાર અકસ્માત
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ તમામ વિભાગોને પ્રાથમિકતાના ધોરણે કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપી શકે છે. આ બેઠક રાજ્યની હાલની પરિસ્થિતિના આધારે નિર્મયક અને માર્ગદર્શનરૂપ સાબિત થશે તેવું મનાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો