બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / Gujarat Budget 2024 big announcements Gift city will be a city of dreams from the riverfront to health

Gujarat Budget 2024 / ગિફ્ટ સિટીને બનાવાશે સપનાઓનું શહેર: રિવરફ્રન્ટથી લઈને હેલ્થ અને એજ્યુકેશન માટે મોટી જાહેરાત

Megha

Last Updated: 01:05 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટમાં ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. ત્યાં રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્ક વિકસાવવામાં આવશે.

  • બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે.
  • ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે.
  • ગિફટ સિટી નજીક રિવરફ્રન્ટ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરાઈ છે. 

ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે રૂપિયા 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અમદાવાદ અને ગાંધીનગરને લઈને પણ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. 

ખાસ કરીને બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં ગિફ્ટ સિટીના વિકાસ વિશે જાહેરાત કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, 'ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં લંબાવીને ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે.

ગિફ્ટ સિટીમાં વિકાસ કાર્યો સાથે “વોક ટુ વર્ક” “લિવ-વર્ક- પ્લે કમ્યુનિટી” વિકસાવવામાં આવશે. આ વિકાસ કાર્યોમાં 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે. આ બાદ વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે ઓળખ મળશે. 

સાથે જ GIFT સિટી ખાતે 'ફિન-ટેક હબ'ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને આ માટે રૂપિયા 52 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરાઈ છે. 

આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે. 

આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્‍ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્‍ટ વિસ્તારનો ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. 

આ બાદ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2  કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ