બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / વડોદરાના સમાચાર / Gujarat Based Luxury Hotel Group 'Express' Intends to Acquire 7 Cambay Hotels

વડોદરા / પૂર્વ IAS સંજય ગુપ્તાની નિસા ગ્રુપની 7 કેમ્બે હોટલોને વડોદરાના આ ગ્રુપે ખરીદવાનો રસ દાખવ્યો

Published By: Shalin

Last Updated: 03:06 PM, 2 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ફોર સ્ટાર હોટલ ચેન એક્સપ્રેસ ગ્રુપે નિસા લેઝર લિમિટેડ જૂથની 7 કેમ્બે હોટલોને ખરીદવા માટે રસ દાખવ્યો છે. આ માટે પ્રપોઝલ પણ આપી દેવાઈ છે અને મંજૂરી માટે રાહ જોવાઈ રહી છે.

અમદાવાદ સહિત દેશભરમાં આવેલી 7 કેમ્બે હોટલ્સને વડોદરાના એક્સપ્રેસ ગ્રુપે ખરીદવા માટે રસ દાખવ્યો છે ત્યારે આ સમાચાર ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાએ ચડ્યાં છે.

નોંધનીય છે કે એક્સપ્રેસ ગ્રુપની 3 પ્રીમિયમ હોટલો પૈકી 2 વડોદરામાં છે અને 1 જામનગરમાં છે. જો આ સોદો પાર પડ્યો તો  એક્સપ્રેસ ગૃપના કુલ 376 રૂમોમાં બીજા 800 રૂમો ઉમેરાશે. આ નવી કેમ્બે હોટલો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં અને રાજસ્થાનમાં નિમરાણા, ઉદેપુર અને જયપુરમાં આવેલી છે.

ઉલ્લેખનીય છે કે નિસા લેઝર લિમિટેડ એ નિસા ગ્રુપનો હિસ્સો છે અને નિસા ગ્રુપના ડિરેક્ટર વિવાદાસ્પદ પૂર્વ IAS સંજય ગુપ્તા છે. 

આ પ્રક્રિયા ઉપર મહોર મારવા માટે એક્સપ્રેસ ગ્રુપ NCLT નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર ઍક્સપ્રેસ ગ્રુપે કહ્યું હતું કે હાલ ગુજરાતની પ્રીમિયમ હોટલ ચેન્સમાંથી એક છીએ અને અમે અમારો વ્યાપ વધારી રહ્યા છીએ. અમે આ સાથે ગુજરાતમાં અમારી કેપેસીટી વધારી રહ્યા છીએ અને સાથે સાથે રાજસ્થાનમાં પણ નવો અનુભવ શરુ કરવા જઈ રહ્યા છીએ. 

નોંધનીય છે કે NLL અત્યારે દેવાદારીની કાયદાકીય પ્રક્રિયા હેઠળ પસાર થઇ રહ્યું છે અને તેથી NCLT આ મુદ્દે તેનો નિર્ણય ટૂંક સમયમાં સંભળાવશે. 

પૂર્વ IAS સંજય ગુપ્તા નિસા ગ્રુપની કેમ્બે હોટલોનો માલિક હતા

અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટના પૂર્વ ચેરમેન અને વિવાદાસ્પદ પૂર્વ IAS સંજય ગુપ્તા નિસા ગ્રુપની કેમ્બે હોટલોનો માલિક હતો. તેની સામે 2017માં મની લોન્ડરિંગનો કેસ થયો હતો જેના અન્વયે EDએ 2019 તેની 36 કરોડની સંપત્તિઓ જપ્ત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Hotel IAS Sanjay Gupta vadodara વડોદરા સંજય ગુપ્તા હોટલ vadodara

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ