ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિધાનસભા ગૃહમાં એવો કયો મુદ્દો ઉછળ્યો કે MLA જીજ્ઞેશ મેવાણીને હાંકી કઢાયા, જાણો વિગત

ગાંધીનગર / વિધાનસભા ગૃહમાં એવો કયો મુદ્દો ઉછળ્યો કે MLA જીજ્ઞેશ મેવાણીને હાંકી કઢાયા, જાણો વિગત

Last Updated: 01:31 PM, 23 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વિધાનસભાના ત્રણ દિવસીય સત્રનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે આજે વિધાનસભામાં ભારે હોબાળો થયો અને અધ્યક્ષે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગૃહની બહાર કાઢ્યા હતા.

ADVERTISEMENT

ગાંધીનગર: ગુજરાતના વિધાનસભાના ત્રણ દિવસીય સત્રના અંતિમ દિવસે ભારે હોબાળો થયો હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણમાં બાળકી પર થયેલા બળાત્કારની વાત કરતા જ હોબાળો થયો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વેલમાં આવી ગયા હતા. બંને પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ પર પોતાની જગ્યા પર ઉભા થઈ ગયા હતા. એ પછી અધ્યક્ષે અમિત ચાવડાને જીગ્નેશ મેવાણીને બેસાડી દેવા કહ્યું. અધ્યક્ષે અમિત ચાવડાને એમ પણ પૂછ્યું કે જીગ્નેશ મેવાણી તમારું નથી માનતા. જીગ્નેશ મેવાણી ફરી જગ્યા પર ઊભા થતા ફરી હોબાળો થયો. ત્યારે અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કહ્યું કે તેઓ બંધારણનું અપમાન કરી રહ્યા છે. કાયદાનું પાલન નથી કરી રહ્યા. આ પછી જીગ્નેશ મેવાણીને ગૃહની બહાર કાઢી દેવામાં આવ્યા.

વિધાનસભામાંથી બહાર આવ્યા પછી જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા રાજકોટ ગેમ જોનમાં નિર્દોષ લોકો હોમાયા હતા. તેમના પરિવારના સભ્યોએ રજૂઆત કરી હતી. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવેની રજૂઆત કરી હતી. જસદણની દીકરી પર બળાત્કાર અંગે ચર્ચા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી કેમ પીડિતોની વેદના સંભાળવા માંગતા નથી. આ સમગ્ર મામલે પણ ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને તેનું લાઇવ ટેલિકાસ્ટ થવું જોઈએ એ માંગ હતી.

PROMOTIONAL 12

ત્યારે જીગ્નેશ મેવાણીના વલણ પર ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું કે જીગ્નેશ મેવાણી સદનમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા આવી પ્રવૃત્તિ કરે છે. જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસને સ્નાન સૂતકનો સંબંધ નથી. જીગ્નેશ મેવાણી ગૃહમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા રાજકારણ કરે છે. તેમણે જીગ્નેશ મેવાણી પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વેલમાં બે-બે વાર ધસી આવવું યોગ્ય નથી. બંધારણના નિયમ મુજબ જીગ્નેશ મેવાણી સામે પગલાં લેવા જોઈએ. જીગ્નેશ મેવાણી ગૃહ બહાર ઉશ્કેરણી જનક ભાષણ કરે છે તેવું વર્તન ગૃહમાં ના ચાલે.

આ પણ વાંચો: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ અતિભારે વરસાદની આગાહી

તો ધારાસભ્ય જીતુ વાઘાણીએ જીગ્નેશ મેવાણી પર આરોપ લગાવ્યા કે જીગ્નેશ મેવાણી મારામારી કરવા આવ્યા હોય તેવું વર્તન કર્યું છે. આ ઘટના ક્રમમાં કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. કોંગ્રેસના નેતાઓએ જીગ્નેશ મેવાણીને રોક્યા નહીં. જીગ્નેશ મેવાણીએ ગૃહના અધ્યક્ષનું અપમાન કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly MLA Jignesh Mevani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ