ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આજથી RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું થશે શરૂ, વાલીઓને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જાણ કરાશે

શિક્ષણ / આજથી RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું થશે શરૂ, વાલીઓને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જાણ કરાશે

Published By: Priykant Shrimali

Last Updated: 09:40 AM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTE Admission : ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા અનામત હેઠળ કુલ અંદાજે 83 હજાર જેટલી બેઠકો માટે પ્રથમ રાઉન્ડની ફાળવણી આજે કરવામાં આવશે

ADVERTISEMENT

RTE Admission : રાજ્યમાં શિક્ષણના અધિકાર હેઠળ (RTE) ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત આજથી થવા જઈ રહી છે. ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા અનામત હેઠળ કુલ અંદાજે 83 હજાર જેટલી બેઠકો માટે પ્રથમ રાઉન્ડની ફાળવણી આજે કરવામાં આવશે. આ વર્ષે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે મોટી સંખ્યામાં અરજીઓ નોંધાઈ હતી. કુલ 2.42 લાખથી વધુ અરજીઓમાંથી ચકાસણી બાદ લગભગ 1.85 લાખ અરજીઓ માન્ય ઠરાવવામાં આવી છે. હવે આ તમામ માન્ય અરજદારો વચ્ચે પ્રવેશ માટે સ્પર્ધા રહેશે. ઓનલાઈન પોર્ટલ દ્વારા પારદર્શક રીતે વિદ્યાર્થીઓને શાળાઓ ફાળવવામાં આવશે.

વાલીઓને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રવેશ અંગેની માહિતી મોકલવામાં આવશે, જેથી તેઓ સરળતાથી જાણકારી મેળવી શકે. જેમને શાળા ફાળવાશે, તેઓએ જરૂરી દસ્તાવેજો સાથે નિર્ધારિત સમયમર્યાદામાં શાળામાં જઈને પ્રવેશની પુષ્ટિ કરાવવાની રહેશે. આ પ્રક્રિયા માટે અગાઉ એપ્રિલ મહિનામાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી, જેને બાદમાં વધારવામાં આવી હતી. તેના કારણે પ્રથમ રાઉન્ડની જાહેરાત થોડું મોડું થઈને આજે જાહેર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ધો.12 સામાન્ય પ્રવાહ, સાયન્સ અને ગુજકેટનું આજે સવારે 10 વાગ્યે જાહેર થશે પરિણામ

પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી રહેલી બેઠકો માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બેઠકોના વિતરણની વાત કરીએ તો, સૌથી વધુ બેઠકો ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ છે, જ્યારે અંગ્રેજી માધ્યમમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. હિન્દી, ઉડિયા, મરાઠી અને ઉર્દૂ માધ્યમમાં તુલનાત્મક રીતે ઓછી બેઠકો ઉપલબ્ધ છે. આ સમગ્ર પ્રક્રિયા રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online School Admission Right to Education Gujarat RTE Admission

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ