ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Grishma murder case will be heard in Surat's Sessions Court today

સુરત / ગ્રીષ્મા હત્યા કેસ મામલે મોટા સમાચાર! ડે ટુ ડે સુનાવણી શરૂ, આજે આ લોકોના લેવાશે નિવેદન

Published By: Ronak

Last Updated: 09:59 AM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસની આજે સુનાવણી હાથ ધરાશે જેમા પીએમ કરનાર ડૉક્ટરની આજે જુબાની લેવાશે. સાથેજ ઘટના સમયે ઘાયલ થનાર તેના ભાઈ અને તેના ફુઆનું પણ નિવેદન લેવામાં આવશે.

ADVERTISEMENT

  • ગ્રીષ્મા હત્યા કેસમાં આજે સુનાવણી 
  • હત્યારા ફેનીલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
  • પીએમ કરનાર ડૉક્ટરનું પણ નિવેદન લેવાશે

સુરતમાં ગ્રીષ્માની હત્યાને લઈને આજે પણ લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ લોકો હવે એવી માગ કરી રહ્યા છે કે ગ્રીષ્માના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે ત્યારે આ મુદ્દે આજે લોકો એવી માગ કરી રહ્યા છે કે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે. ત્યારે આજથી આ કેસની સુનાવણી કરવામાં આવશે.

પોલીસે ઝડપી ચાર્જશીટ દાખલ કરી 

આજથી સુરતની સેશન્સ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં સરકાર દ્વારા પણ ગ્રીષ્માના પરિવારને કહેવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવશે. જે રીતે હત્યારા ફેનીલે જાહેરમાં ગ્રીષ્મની હત્યા કરી હતી તેને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ બને તેટલું ઝડપી ચાર્જશીટ દાખલ કરી હતી. 

પીએમ કરનાર તબીબની જુબાની લેવાશે 

આપને જણાવી દઈએ કે આજે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમા સૌથી પહેલા આજે ગ્રીષ્માના મૃતદેહનું પીએમ કરનાર ડૉક્ટરની જુબાની લેવામાં આવ,શે. તેમજ આ ઘટનામાં ઘાયલ થનારા ગ્રીષ્માના ફુઆ તેમજ તેના ભાઈનું પણ નીવેદન લેવામાં આવશે. કારણકે આ ત્રણેયના નિવેદનો આ કેસમાં ઘણા અગત્યના માનવામાં આવી રહ્યા છે. 

હત્યારાને કોર્ટમાં રજૂ કરાયો 

ઉલ્લેખનીય છે કે આજે ગ્રીષ્મના હત્યારા ફેનીલને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગ્રીષ્માનો પરિવાર પહેલાથી આરોપીને ફાંસીની સજા મળે તેવી માગ કરી રહ્યો છે. બીજી તરફ લોકોમાં પણ આ ઘટનાને લઈને રોષનો માહોલ ફેલાયો છે. ત્યારે આજે કોર્ટ દ્વારા ગ્રીષ્માના ભાઈ તેના ફુઆ અને પીએમ કરનાર ડૉક્ટરનું નિવેદન લેવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

grishma murder case hiaring surat ગ્રીષ્મા હત્યા કેસ સુનાવણી સુરત Grishma murder case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ