ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘર ખરીદનારા લોકો માટે ખુશખબર, આ સરકારી બેંકો આપી રહી છે સસ્તી હોમ લોન

ખુશખબર / ઘર ખરીદનારા લોકો માટે ખુશખબર, આ સરકારી બેંકો આપી રહી છે સસ્તી હોમ લોન

Last Updated: 11:28 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ લોન પર વ્યાજ 8 ટકાથી ઘટાડીને 7.50 ટકા કર્યા પછી, હવે બેંક ઓફ બરોડાએ ફરીથી હોમ લોનના વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ (bps)નો ઘટાડો કર્યો છે.

ADVERTISEMENT

જો તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ હોમ લોન પર વ્યાજમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંક ઓફ બરોડાએ શુક્રવારે (4 જુલાઈ) જણાવ્યું હતું કે હોમ લોન માટે વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ (bps) એટલે કે 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે, હોમ લોન પર વાર્ષિક વ્યાજ દર હવે 7.45 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત, બેંકે નવી લોન લેનારાઓ માટે પ્રોસેસિંગ ફી પણ માફ કરી દીધી છે.

જૂનમાં પણ વ્યાજ દરમાં ઘટાડો થયો હતો

અગાઉ 6 જૂને, રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી, બેંકે હોમ લોન પર વ્યાજ 8 ટકાથી ઘટાડીને 7.50 ટકા કર્યું હતું. હવે તેમાં વધુ 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. CNBCના અહેવાલ મુજબ, બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજય મુદલિયારે જણાવ્યું હતું કે, "હોમ લોનના દરમાં આ નવા ઘટાડાનો હેતુ લોકોની ઘર ખરીદવાની ઇચ્છાને ટેકો આપવાનો અને ક્રેડિટ ગ્રોથ વધારવાનો છે." તમે ડિજિટલ રીતે અથવા શાખામાં હોમ લોન માટે અરજી કરી શકો છો.

આ બેંકોએ પણ તેમના હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો

બેંક ઓફ બરોડા ઉપરાંત, પંજાબ નેશનલ બેંક (PNB), ઇન્ડિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયા (BOI) એ પણ તેમની હોમ લોન સસ્તી કરી છે. આ બધી બેંકોએ જુલાઈમાં તેમના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLR માં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

આ દર ઘટાડા સાથે, પીએનબીનો ઓવરનાઇટ એમસીએલઆર 8.25 ટકાથી ઘટીને 8.20 ટકા થઈ ગયો છે. જ્યારે 1 મહિનાનો એમસીએલઆર 8.35 ટકા, 3 મહિનાનો એમસીએલઆર 8.55 ટકા અને 3 વર્ષના એમસીએલઆર 9.20 ટકા કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પતિ-પત્ની બંને લઈ શકે? નિયમો જાણો

તેવી જ રીતે, ઇન્ડિયન બેંકના 8.20 ટકાના ઓવરનાઇટ MCLRમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 મહિનાનો MCLR 8.40 ટકા, 3 મહિનાનો MCLR 8.60 ટકા, 6 મહિનાનો MCLR 8.85 ટકા, 1 વર્ષનો MCLR 9.00 ટકા કરવામાં આવ્યો છે.

બેંક ઓફ ઈન્ડિયાનો ઓવરનાઈટ MCLR 8.10 ટકા, 1 મહિનાનો MCLR 8.40 ટકા, 3 મહિનાનો MCLR 8.55 ટકા, 6 મહિનાનો MCLR 8.80 ટકા, 1 વર્ષનો MCLR 9.00 ટકા અને 3 વર્ષનો MCLR 9.15 ટકા નક્કી કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bank of baroda Home Loan BOB home loan rates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ