બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / good news actress priyanka chopra welcomes her baby via surrogacy shared the information on instagram
Last Updated: 08:26 AM, 22 January 2022
ADVERTISEMENT
અભિનેત્રીએ આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી જાણકારી આપી છે. અભિનેત્રી સરોગેસીના માધ્યમથી બની છે. આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.
અમે સરોગેસીના માધ્યમથી અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ
ADVERTISEMENT
એક્ટ્રેસે પોતાના ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી ખુશખબરી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. થોડીક વાર પહેલા જ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક્ટ્રેસે લખ્યું, અમે આ જણાવતા બહું ખુશ છીએ કે અમે સરોગેસીના માધ્યમથી અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. અભિનેત્રીએ આગળ લખ્યું કે, આ ખાસ પ્રસંગ પર અમે સન્માન પૂર્વક પોતાના ઓળખ ખાનગી રાખવાની માંગ કરીએ છીએ કેમ કે આ સમયે અમે પોતાનું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા ઈચ્છીએ છીએ. તમામનો આભાર.’
સોશલ મીડિયા પર અભિનંદનનો વરસાદ
ADVERTISEMENT
સોશલ મીડિયા પર આ સમાચાર સામે આવતા જ આ કપલને અભિનંદનનો વરસાદ શરુ થઈ ગયો છે. અભિનેત્રીએ આ પોસ્ટ પર તેના ફેન્સને લઈને અનેક સેલિબ્રિટી સુધી કમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત કપલના મિત્રો અને પરિવાર વાળા પણ તેને અભિનંદન આપી રહ્યા છે.

ADVERTISEMENT
5 લાખથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે
નિકના ભાઈ જો જોનસે પ્રિયંકા અને નિક બન્નેની પોસ્ટ પર દિલના ઈમોજી કમેન્ટ કર્યા. ત્યારે અભિનેત્રી લારા દત્તાએ લખ્યુ, અભિનંદન. આ ઉપરાંત તેમના ફેન્સ પણ આ સમાચારથી બહું ખુશ છે. થોડાક સમય પહેલા શેર કરવામાં આવેલી પોસ્ટને અત્યાર સુધીમાં 5 લાખથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
હાલમાં જ બન્નેએ લગ્નની ત્રીજી વર્ષગાંઠ મનાવી હતી
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસે વર્ષ 2018માં રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં હિંદુ અને ઈસાઈ રીતિ- રિવાજથી લગ્ન કર્યા હતા. હાલમાં જ બન્નેએ લગ્નની ત્રીજી વર્ષગાંઠ મનાવી હતી. ગત દિવસોમાં પ્રિયંકાએ પોતાના ઈન્ટાગ્રામ અકાઉન્ટથી પોતાના પતિ નિક જોનસના સરનેમ હટાવી હતી. જે બાદ બન્નેના અલગ થવાના સમાચાર ફેલાયા હતા. જોકે બાદમાં આ માત્ર અફવા સાબિત થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.