બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold prices today gold price up rs 346 to rs 51608 per 10g akshaya tritiya 2022

Gold Price / અખાત્રીજ પર Gold ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે છે ખુશખબર! બે મહિનાના નિચલા સ્તર પર પહોંચ્યુ સોનું

Arohi

Last Updated: 01:03 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનું લગભગ બે મહિનાના પોતાના સૌથી નિચલા સ્તર પર આવી ગયું છે. ડોલરમાં મજબૂતીથી અન્ય કરન્સી હોલ્ડર્સ માટે ગ્રીનબેકની કિંમત વાળું સોનું ઓછુ આકર્ષક થઈ ગયું છે.

  • અખાત્રીજ પર લોકો ખરીદે છે સોનું 
  • આ વખતે ત્રીજી મે એ છે અખાત્રીજ 
  • સોનાના ભાવમાં થયો ઘટાડો 

અખાત્રીજ આ વર્ષે 3 મેએ છે. અખાત્રીજે સોનું અને ઘરેણા લેવાનું શુભ માનવામાં આવે છે. જો આ વર્ષે અખાત્રીજ પર તમારૂ સોનું ખરીદવાનો પ્લાન છે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. પાછલા 10 દિવસમાં સોનાના ભાવ 2, 000 ઓછા થઈ ગયા છે. 

બે મહિનાના નિચલા સ્તર પર સોનું
જોકે કોઈ ધાતુના બે મહિનાના નિચલા સ્તર પર ગયા બાદ ગ્લોબલ કિંમતોને જોતા આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી છે. ગુરૂવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદા સોનાના ભાવ 0.67 ટકા પ્રતિ 10 ગ્રામ વધી ગયા  છે. જ્યારે મેં વાયદાની કિંમતમાં 0.52 ટકાની તેજી આવી છે. 

ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમત આજે સપાટ હતી અને બુલિયનમાં આ સાત મહિનાનો સૌથી મોટો માસિક ઘટાડો છે. સ્પોટ ગોલ્ડ 0.1% વધીને 1,897.01 ડોલર પ્રતિ સરેરાશ થઈ ગયો. એક્સપર્ટ્સ સોનાની કિંમતોમાં ઘટાડાનું કારણ ફેડરલ રિઝર્વ દ્વારા આક્રામક વ્યાજદરોમાં વધારાની આશંકા દર્શાવવામાં આવે છે. તેનાથી ડોલર અને અમેરિકી બોન્ડ યીલ્ડ્સમાં ઉછાળ આવ્યો છે. 

આ અઠવાડિયાની શરીઆતમાં, સોનું લગભગ બે મહિનામાં સૌથી નિચલા સ્તર પર આવી ગયું છે. ડોલરમાં મજબૂતીથી અન્ય કરન્સી હોલ્ડર્સ માટે ગ્રીનબેન્કની કિંમત વાળું સોનું ઓછું આકર્ષક થઈ ગયું છે. ગુરૂવારે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ બજારોમાં સોના-ચાંદી બરાબર રૂખ પર બંધ થયા.

સોના ચાંદીની નવી કિંમત 
શુક્રવારે એમસીએક્સ પર જૂન વાયદાના સોનાના ભાવ 346 રૂપિયા ચઢીને 51,608 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. પરંતુ અત્યાર આ 18 એપ્રિલના ઉચ્ચ સ્તરથી લગભગ 2,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે. ત્યાં જ મેં વાયદા ચાંદીની કિંમત 998 રૂપિયા ઉછળીને 64,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gold prices today akshaya tritiya 2022 અખાત્રીજ સોનાના ભાવ સોનું Gold Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ