બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold price today 05 january 2022 continue to rise for 5th consecutive days

તમારા કામનું / સોનું થયુ મોંઘુ, ચાંદીની કિંમત ઘટી, જાણો શું છે આજના ભાવ

Dharmishtha

Last Updated: 11:33 AM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની સિઝને કારણે આજે સોનાની કિંમતમાં સામાન્ય વધારો નજરે પડી રહ્યો છે.

  • સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો
  • MCX પર ગોલ્ડ ફેબ્રુઆરી વાયદામાં વધારો જોવા મળ્યો
  •  સોનાની કિંમત 0.10 ટકાના વધારા સાથે 47,995 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર 

MCX પર ગોલ્ડ ફેબ્રુઆરી વાયદામાં વધારો જોવા મળ્યો

લગ્નની સિઝને સોનાની ચમકને એક વાર ફરી વધારી દીધી છે. સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.  સોના-ચાંદીની ડિમાન્ડ તેજીથી વધી રહી છે. તેવામાં આજે સોનાની કિંમતમાં સામાન્ય વધારો નજરે પડી રહ્યો છે. આજે બુધવારે 5 જાન્યુઆરીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ ફેબ્રુઆરી વાયદામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાંદીના ભાવમાં 0.14 ટકાનો ઘટાડો આવ્યો છે.

સોનાના ભાવ- આજે કારોબારમાં ફેબ્રુઆરી વાયદો સોનાની કિંમત 0.10 ટકાના વધારા સાથે 47,995 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કાલથી સોનાના ભાવમાં તેજી નોંધવામાં આવી હતી.

ચાંદીના ભાવ - ત્યારે  ચાંદીના ભાવમાં 0.14 ટકાનો ઘટાડો આવ્યો છે.  આજ એક કિલો ચાંદીનો ભાવ 62, 141 રુપિયા કિલો પર  છે. 

ઘરે બેઠા જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો શુદ્ધતા

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price silver ચાંદી ભાવ સોનું Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ