બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આફત બની અવસર!
કોરોના વાયરસના પગલે દુનિયાભરમાં ચાલેલા લોકડાઉન અને મુસાફરી પ્રતિબંધોના દૌર વચ્ચે 2020ના માર્ચ મહિનામાં લિઓન અને તેના પિતા લીંડન બંને યુરોપમાં ફસાઈ ગયા હતા.
ADVERTISEMENT
આવા સમયે તેમણે આ આવી પડેલી આફતને અવસર બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને ગ્રાન્ડમાસ્ટર ટાઇટલ મેળવવાની કવાયત શરૂ કરી હતી. માર્ચથી ડિસેમ્બર દરમિયાન આશરે નવ મહિના જેટલા સમયગાળામાં લિયોન 16 ટુર્નામેન્ટ રમ્યો. આ દરમિયાન લિયોનના ELO રેટિંગમાં પણ મોટો ફેરફાર થવા પામ્યો હતો જે 2452 પોઈન્ટથી સુધરીને 2544 થઇ ગયો હતો.
માત્ર 14 વર્ષ 9 મહિના અને 17 દિવસની ઉંમરે મેળવી સિદ્ધિ
ADVERTISEMENT
2020ના ઓકટોબર મહિનામાં ટાઇટલ જીતવા માટે જરૂરી પ્રથમ તબક્કામાં લિયોન રીગો ચેસ ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ જીત્યો હતો. ત્યારબાદ બુડાપેસ્ટ અને આખરે ઈટાલીમાં વેર્ગાની કપ જીત્યો હતો. અહીં તેને યુક્રેનના વિટાલી બર્નાડસ્કી પછી સૌથી વધુ પોઈન્ટ મળ્યા હતા. બંનેએ અનુક્રમે 7 અને 6.5 પોઈન્ટ નોંધાવ્યા હતા.
સખત પરિશ્રમ બાદ મળ્યું પરિણામ
ADVERTISEMENT
લિયોને ગ્રાન્ડમાસ્ટર બન્યા બાદ પોતાના માતાપિતા તેમજ કોચ વિશુ પ્રસન્નાનો આભાર માનતા કહ્યું હતું કે, "ગ્રાન્ડમાસ્ટર બન્યા બાદ ખૂબ હર્ષ થાય છે પણ આ સખત પરિશ્રમનું પરિણામ છે. આ પ્રસંગે હું મારા માતાપિતા, કોચ તેમજ સ્પોન્સર્સનો ખૂબ આભાર માનું છુ." જ્યારે લિયોનના પિતા લીંડને જણાવ્યું હતું કે, "યુરોપમાં રહેવું અને તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે ટુર્નામેન્ટ્સનું પ્લાનિંગ કરવું ખૂબ મુશ્કેલીભર્યું રહ્યું હતું પણ અંતે તેનું પરિણામ ઘણું સારું મળ્યું."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.