બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ghana explosion update 17 dead 59 injured photos vidoes

વિસ્ફોટ / આફ્રીકન દેશ ઘાનામાં વિસ્ફોટ, 17ના મોત, 59 ઘાયલ, 500થી વધારે બિલ્ડિંગ ધરાશાયી

Dharmishtha

Last Updated: 10:33 AM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફ્રીકા દેશ ઘાનામાં ખનન વિસ્ફોટક લઈ જઈ રહેલા ટ્રકમાં વિસ્ફોટ થતા 17 લોકોના મોત થયા છે તો 59 ઘાયલ છે. ત્યારે 500થી વધારે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે.

  • ઘાનામાં ખનન વિસ્ફોટક લઈ જઈ રહેલા ટ્રકમાં વિસ્ફોટ
  • ઘટનામાં 17 લોકોના મોત થયા છે તો 59 ઘાયલ 
  • વિસ્ફોટને લીધે 500 થી વધારે બિલ્ડિંગ ધરાશાયી 

ઘાનામાં ખનન વિસ્ફોટક લઈ જઈ રહેલા ટ્રકમાં વિસ્ફોટ

અફ્રીકા દેશ ધાનામાં ખનન વિસ્ફોટક લઈ જઈ રહેલા ટ્રકમાં વિસ્ફોટ થયો છે. આની ઝપેટમાં આવીને 17 લોકોના મોત થયા છે અને 59 ઘાયલ છે. ઈમરજન્સી અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં અનેક ગંભીર છે. મનાઈ રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. એપિએટ હોસ્પિટલના ડોક્ટર જોસેફ ડાર્કોએ જણાવ્યું કે ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. એક પાંચ વર્ષના બાળકોની સ્થિતિ ગંભીર છે.

વિસ્ફોટના કારણે સેંકડો બિલ્ડિંગ્સ ધરાશાયી

આ ઘટના રાજધાની અકારાના પશ્ચિમમાં 300 કિલોમીટર દૂર સ્થિત બોગોસોના ખનન શહેરની પાસે અપિયેટનમાં બની. ખનન વિસ્ફોટક લઈને જઈ રહેલા ટ્રક એક મોટર સાઈકલ સાથે અથડાયુ હતુ. જેનાથી અહીં વિસ્ફોટ થયો. વિસ્ફોટના કારણે સેંકડો બિલ્ડિંગ્સ ધરાશાયી થઈ. ઈમરજન્સી સેવાઓના અધિકારીઓએ કહ્યું કે બચાવના પ્રયાસ જારી છે. અનેક લોકોના ઘરો ધરાશાયી થયા અને ઈમારતોમાં ફસાયા તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા.

ડેડ બોડી અને ઘાયલ જમીન પર પડેલા છે

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનના ડેપ્ટી ડાયરેક્ટર જનરલ સેજિ સાજિ અમેડોનુએ વિસ્ફોટથી થયેલા નુકસાનની માહિતી આપી છે. તેમણે કહ્યું કે વિસ્ફોટને લીધે 500 થી વધારે બિલ્ડિંગ ધસી ગઈ છે. અત્યાર સુધી જે તસવીરો સામે આવી છે. તેમાં ડેડ બોડી અને ઘાયલોને જમીન પર પડેલા જોઈ શકાય છે.  આ વિસ્તારમાં લગભગ તમામ ઈમારતો પડીને ખાસ થઈ ગઈ છે.

સમગ્ર ઘાનામાં શોકની લહેર

ઘાનાના રાષ્ટ્રપતિ નાના અકુફો- અડોએ કહ્યું કે વિસ્ફોટની ઘટના દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઉપરાંત લોકોના જીવ ગયા છે અને સંપત્તિને નુકશાન પહોંચ્યું છે. આ ઘટનાથી ઘાનામાં શોક વ્યાપી ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ghana explosion vidoes આફ્રિકા ઘાના વિસ્ફોટ Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ