બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોના વેક્સિન લગાવનારને 10 લાખ રૂપિયાની કિંમતી કાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોસ્કોના મેયર સર્ગઇ સોબયાનીને રવિવારે ઘોષણા કરી છે કે કોરોના વેક્સિન લગાવનારને 10 લાખ રૂપિયાની કિંમતી કાર આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઓફરના કારણે રસી લેવાની પ્રક્રિયામાં વધારો થશે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે દરેક લોકો ઈચ્છે છે કે તેમની પોતાની કાર હોય. આ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી રસીકરણ પ્રક્રિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. આ જાહેરાત કરતાં તેમણે કહ્યું કે 18 વર્ષથી ઉપરના લોકો 14 જૂનથી રસી લેશે તે લોકોને આ ઓફરનો લાભ મળશે. આ ઓફર માત્ર 11 જુલાઇ સુધી જ શરૂ રહેશે. સરકારને આશા છે કે આ ઓફરના લીધે વધુમાં વધુ લોકો વેક્સિન લેવા માટે આવશે. અવનવી લાલચ આપીને લોકોને વેક્સિન સેન્ટર સુધી લાવવાનો પ્રયત્ન થતો હોય છે. ભારતમાં ઘણી જગ્યાઓએ એવી ઓફર આપવામાં આવી હતી કે જે પણ વેક્સિન લેશે તેને સોનુ મળશે અને કેટલીક જગ્યાએ તેમની ગાડીને ફ્રી સર્વિસ કરી આપવામાં આવશે.
ADVERTISEMENT
કેટલાક લોકો વેક્સિન ન લેવી પડે તે માટે નદીમાં કૂદી ગયા
આ જ રીતે એક ગામમાં જ્યારે મેડીકલ ટીમ પહોંચી ત્યારે તેમણે જોયુ કે લોકો વેક્સિન ન લેવી પડે તેના માટે નદીમાં કૂદી ગયા હતા અને અમેરિકામાં એક જગ્યાએ વેક્સિન લેનારા લોકોને લોટરી લાગી રહી છે. એક રિપોર્ટ અનુસાર લોટરી જીતનારા બધા લોકોને 10 લાખ ડૉલર એટલે કે 7.2 કરોડ રૂપિયા આપવામાં આવશે અને આ સ્કીમમાં 27 લાખ લોકોએ અપ્લાય કર્યુ છે. લોટરીના નિયમ અનુસાર અલગ અલગ વિનરની જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT
અમેરિકામાં વેક્સિન લેનાર માટે લોટરીની ઓફર
માઇક ડેવિડે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લોટરીમાં સામેલ થવા માટે કેટેગરી બતાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ લોટરીમાં પાર્ટીસીપેટ કરવા માટે 18 વર્ષથી વધારેની ઉંમર હોવી જોઇએ અને તે ઓહીયોનો નિવાસી હોવો જોઇએ. 12 થી 17 વર્ષની ઉંમરના લોકો માટે અલગ કેટેગરી રાખવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.